મોરબી જીલ્લા પોલીસના બે અલગ અલગ જુગારના દરોડામાં શહેરના રણછોડનગર વિસ્તારમાં તથા તાલુકાના મકનસર ગામે જાહેરમાં તીનપત્તીના જુગારની બાઝી માંડી બેઠેલા કુલ ચાર મહિલાઓ સહીત બાર જુગારીને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે બે જુદા જુદા દરોડામાં જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા ૧૬,૮૮૦/- કબ્જે લઇ તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગારના પ્રથમ દરોડાની પ્રાપ્ત માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે નવલખી રોડ નજીક રણછોડનગર વિસ્તારમાં આવેલ સાઈબાબાના મંદિર પાસે દરોડો પાડતા જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીના જુગારની મોજ માણી રહેલા અલીમામદભાઇ જુમાભાઇ સુમરા ઉવ.૪૮ રહે.મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદિરની બાજુમાં, નુરમામદભાઇ મહમદહાસમ બુખારી ઉવ.૫૧ રહે.મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદિર પાછળ, શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા ઉવ.૨૩ રહે.મોરબી રણછોડનગર સાંઇબાબાના મંદિર પાછળ, શેરબાનુબેન રફીકભાઇ કાસમભાઇ પઠાણ ઉવ.૪૬ રહે. નવલખી રોડ મફતીયાપરામાં મોરબી, રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ કલુભાઇ પઠાણ ઉવ.૨૨ રહે. નવલખી રોડ મફતીયાપરામાં મોરબી, દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ ટપુભાઇ વાણીયા ઉવ.૪૫ રહે.વાવડી રોડ પટેલ સમાજની વાડી પાસે ભાડેથી મોરબી મુળ રહે.મોરબી રાવળ શેરીમાં, લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ છગનભાઇ મારૂ ઉવ.૪૦ નવલખી રોડ રણછોડનગર શેરી.૫ને ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસે સ્થળ ઉપરથી ૧૩,૩૮૦/-રોકડા રૂપિયા જપ્ત કરી તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
જયારે જુગારના બીજા બનાવમાં મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષ ટ્રાન્સપોર્ટ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા શંકરભાઇ ટીકુભાઇ દેગામા ઉવ.૩૨, રમેશભાઇ બાબુભાઇ દેગામા ઉવ.૩૧, શકતીભાઇ મંગાભાઇ થરેસા ઉવ.૩૨, આકાશભાઇ ધર્મન્દ્રભાઇ પાટડીયા ઉવ.૨૦, વિરમભાઇ દેવશીભાઇ સારલા ઉવ.૩૧ તમામ પાંચેય રહે-નવા મકનસર તા.જી.મોરબીને રંગેહાથ મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ રોકડા રૂપિયા ૩,૫૦૦/-ના મુદામાલ સાથે તમામ આરોપીની સ્થળ ઉપરથી અટકાયત કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.