મોરબીમાં રામનવમીના દિવસે વિજય યાત્રા યોજાઇ હતી. જે વિજય યાત્રા મચ્છીપીઠ દરગાહ પાસે પહોંચતા મહિલાએ ડીજેમાં વાગતા ગીત બંધ કરાવી મુસ્લિમ સમાજની લાગણી દુભાય તેવા નારા લગાવતી મહિલા વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારે મહિલાએ આગોતરા જામીન માટે મોરબી કોર્ટમાં અરજી કરી હતી જે નામંજૂર થયા મહિલાએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી પોલીસ સ્ટેશન સામેથી હાજર થતાં પોલીસે વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રામનવમીના દિવસે વિજય યાત્રા દરમિયાન મુસ્લિમ સમાજની લાગણી દુભાય તે પ્રકારના નારા લગાવનાર મહિલા આરોપી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી પોલીસ સકક્ષ હાજર થતા તેની વિધિવત ધરપકડ કરી જામીન પર મુક્ત કરવામાં આવી છે. વિજય યાત્રા મોરબીના મચ્છીપીઠ દરગાહ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે મહિલા દ્વારા સૂત્રોચાર કરવામાં આવ્યા હતા. મહિલાઓએ ડીજે માં વાગતા ભજન બંધ કરાવી માઇક લઈને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા અવિવેકી શબ્દોનુ ઉચ્ચારણ કરી બે કોમ વચ્ચે વૈમનસ્ય ઉભુ થાય તેવા નારા લગાડ્યાં હતા. જેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.જે અંતર્ગત મહિલા આરોપીને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી હતી.તે દરમિયાન જાકાસણીયા આરતી નામની મહિલાએ મોરબી કોર્ટમાંથી આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.ત્યાર બાદ મહિલાએ હાઇકોર્ટ માંથી આગોતરા જમીન માટે અરજી કરતા હાઈકોર્ટે ૧૦ હજારના જામીન મંજૂર કર્યા હતા.અને આ આગોતરા જામીન સાથે જાકાસણીયા આરતી નિલેશભાઈ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થતા પોલીસે ધરપકડ સહિતની વિધિવત કાર્યવાહી કરી ને હાઇકોર્ટના આદેશ મુજબ જામીન મુક્ત કરી છે.