Tuesday, November 26, 2024
HomeGujaratટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન માટે સવિશેષ બેઠક યોજાઈ

ટંકારા ખાતે લઘુ ઉધોગ ભારતી દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન માટે સવિશેષ બેઠક યોજાઈ

મોરબી શહેરમાં ૨૫૦ થી વઘુ સભ્યો સાથે લઘુ ઉદ્યોગ ભારતી કાર્યરત છે. ટંકારા તાલુકાના સંગઠનને કાર્યરત બનાવવા એક બેઠકનું આયોજન તા.૧૯/૦૫/૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ટંકારાના છતર GIDC ખાતે યોજવામાં આવી હતી. જે મિટીંગમાં ૫૦ થી વઘુ સ્થાનીક ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો. આ બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

લઘુઉદ્યોગ ભારતી એ MSME ઉદ્યોગોનું દેશમાં સૌથી મોટું સંગઠન છે. દેશના ૫૬૬ જિલ્લાઓમાં અને ૧૧૩૭ ઔદ્યોગીક ક્ષેત્રોમાં તેના સભ્યો પથરાયેલા છે અને કુલ સદસ્યતા પચાસ હજારથી વધારે છે. જેના મોરબી શહેરમાં ૨૫૦ થી વધુ લઘુ ઉદ્યોગ ભારતીના સભ્યો કાર્યરત છે. ત્યારે ટંકારા તાલુકા સંગઠનને કાર્યરત કરવા માટે એક મિટિંગનું આયોજન કરાયું હતું. જે બેઠકમાં માર્ગદર્શન આપવા લઘુઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીયમંત્રી શ્યામ સુંદર સલુજા અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ હંસરાજભાઇ ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સ્થાનીક સ્તરે નળતર રૂપ વિવિધ પ્રશ્નો જેવા કે વ્યપારીઓને માલ સપ્લાઇ કર્યા પછી પેમેન્ટ ફસાઇ જવું, PGVCL દ્વારા વિજ સપ્લાયમાં સાતત્યતા ન જળવાવી વગેરે પ્રશ્નો પર ચર્ચા કરી અને તેના ઉકેલ માટે શ્યામ સુંદર સલુજાએ અન્ય જિલ્લાઓ આવા પ્રશ્નોના સમાધાન માટે અપનાવામાં આવેલ રસ્તાની માહિતી આપી હતી. વિશેષ કરીને એવા પ્રશ્નો કે જે સ્થાનીક સ્તરે ન ઉકેલી શકાતા હોઇ અને રાજ્ય સ્તરે ઉકેલવા પડે તેમ હોય તેમાં સંપુર્ણ રીતે સાથ સહકાર આપી સાથે રહેવાની બાહેંધરી આપી હતી. તેમજ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા દેશભરમાં કરવામા આવેલ વિવિધ કાર્યોની માહિતી આપવામાં આવી હતી. જે કાર્યક્રમમાં લઘુઉદ્યોગ ભારતી, સૌરાષ્ટ્રના વિવિધ હોદેદારો જયભાઇ માવાણી, અરવિંદભાઇ તળપદા, ભરતભાઇ ડાંગરીયા, જયસુખભાઇ રામાણી,દિનેશભાઇ નારીયા, જેન્તિભાઇ મુંગરા, ભિમજીભાઇ ભાલોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં જે સંપુર્ણ કાર્યક્રમનું આયોજન લઘુઉદ્યોગ ભારતી મોરબીના પ્રમુખ હરેશભાઇ બોપલીયા,મંત્રી સંદિપભાઇ કૈલા તેમજ ટંકારા સ્થિત ઉદ્યોગકારો ફાલ્ગુનભાઇ સંઘાણી અને હસમુખભાઇ દુબરિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!