મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા નર્મદા કેનાલ આધારિત રહેવાની હોવાથી સોમવારથી એટલેકે આજથી શહેરમાં એકાંતરે પાણીનું વિતરણ કરાશે, ત્યારે મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી તથા પાણીનો બગાડ/દુરઉપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવા મોરબી નગરપાલિકા દ્વારા અપીલ કરાઈ છે.
મોરબી સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમ દરવાજાના સમાર કામ માટે ડેમ ખાલી કરેલ હોવાથી હાલે મોરબી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ આધારિત રહેવાની હોય આજે તા.૨૦ મે ૨૦૨૪ને સોમવારથી શહેરમાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી આપવામાં આવશે. જેથી પાણી નો બગાડ/દુર ઉપયોગ ન થાય તે મુજબ પાણી ઉપયોગ કરવા શહેરીજનોને વિનંતી કરવામાં આવે છે તા.૨૦મી મે ૨૦૨૪ ને સોમવારથી એકાંતરે એક વખત પાણી આપવામાં આવશે જેની મોરબીવાસીઓએ નોંધ લેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ડી.વી.ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.