મોરબીની મચ્છી પીઠ ખાતે મોડી રાત્રીના જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં સામસામે સોડા બોટલ અને પથ્થરોના ઘા કરવામ આવ્યા હતા.જે ઘટનાની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી આવીને સ્થિતિને કાબુમાં લીધી હતી.જેમાં હવે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
ગઇકાલે મોડી રાત્રે મોરબીના મચ્છીપીઠમાં થયેલ જૂથ અથડામણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં બન્ને પક્ષે સામસામી કુલ સાત આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અઝિમ સલેમાન થેયમ નામના ફરીયાદીએ જુસબ ગુલમામદ મોવર, નિઝામ સલીમ મોવર, અનવર ઇબ્રાહિમભાઈ મોવર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે અનવર ઇબ્રાહિમભાઈ મોવર નામના ફરીયાદીએ અઝિમ સલેમાન, અબુ ખમિશા, મહેબૂબ કાસમ તથા કાદર હબીબ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્યારે બન્ને ફરિયાદમાં શેરીમાં સાયકલ એક્ટિવા ચલાવતા બાળકોને ઠપકો આપવા જતા માથાકૂટ થઈ હોવાનો ખુલાસો થયો છે. જેને લઇ પોલીસે IPC 323,336,504506(2),114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધ્યો છે. અને તમામ આરોપીની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મચ્છીપીઠમાં કોમ્બિગ હાથ ધરી આરોપીઓના ઘરમાંથી પથરો,સોડા બોટલ અને એક ધારિયું અને ધોકો કબજે કર્યા છે.