રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં પ્રોહિબિસન/જુગારની બદી નાબુદ કરવા ટંકારા પોલીસની ટીમ કામગીરી કરી રહી હોય દરમિયાન બાતમીનાં આધારે ટંકારાની ખીજડીયા ચોકડી ખાતેથી ઈસમને વિદેશી દારૂનાં જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લામાં પ્રોહિબિસન/જુગારની બદી નાબુદ કરવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી દ્વારા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસની ટીમ પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય દરમ્યાન તેઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, મોરબી તરફથી એક સફેદ કલરની સ્વીફટ ગાડી રજીસ્ટર નંબર- GJ-10-BG-9681 ની ઇગ્લીશ દારૂની પેટીઓ ભરી ટંકારા તરફ આવતી હોય જેથી તેઓ ટંકારા ખીજડીયા ચોકડીએ વોચમા રહેતા સદર સ્વીફટ ગાડી નિકળતા તેને રોકી ચેક કરતા તેમાંથી ઇગ્લીશ દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કીની ૯૬ બોટલોનો રૂ. ૨૮,૮૦૦/-, ઓફીસર ચોઇસ કલાસીક વ્હીકસ્કીના ૪૮ ચપલાનો રૂ.૪૮૦૦/-, ઓરેન્જ હીલ વોડકા ઓરેન્જ ફલેવરનાં ૨૪૦ ચપલાનો રૂ.૨૪,૦૦૦/-, વાઇટલેક વોડકા ઓરેન્જ ફલેવરનાં ૯૪ ચપલાનો રૂ. ૯,૪૦૦/-નો મુદ્દામાલ મળી આવતા પોલીસે દારુ તથા એક સફેદ કલરની સ્વીફટ ગાડી રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ પ્રોહી મુદ્દામાલનો રૂપીયા ૩,૬૭,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઇનાયતભાઇ ઇબ્રાહીમભાઇ મસીયા (રહે- રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નંબર- ૦૧ પિંજારાવાસ જામનગર તા.જી-જામનગર)ને પકડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫એ-ઈ, ૧૧૬(બી), ૯૮(૨) મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.