નગરપાલિકા દ્વારા છેલ્લા બે ચાર દિવસથી ધાર્મિક મંદિરોને નોટિસ આપવામાં આવી રહી છે. જેને કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. નગરપાલિકા દ્વારા હિન્દુ સમજની લાગણી દુભાઈ તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અને બીજી તરફ નગરપાલિકા દ્વારા રામભક્ત હનુમાનજીના મંદિરને તોડીને હિન્દુ સમાજની લાગણી દુભાવવાનું કાર્ય કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર નગરપાલિકા દ્વારા હિન્દુ મંદિરોને નોટિસ આપીને તોડી પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે જેને લઈને હિન્દુ સમાજમાં રોશની લાગણી જોવા મળી રહી છે લોકો સવાલો કરી રહ્યા છે કે શું નગરપાલિકાને ખબર નથી કે ઠેક ઠેકાણે અવેધ બાંધકામ ચાલી રહ્યા છે.? ઘણી બધી જગ્યાએ પાણીના નિકાલ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યા અતિક્રમણ અને અવેધ બાંધકામ છે ત્યાં નગરપાલિકા નું પ્રશાસન કોઈ કામગીરી કરતું નથી. અનેક જગ્યાએ 202 ની નોટિસો પણ આપવામાં આવી છે. છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેમજ તમામ જગ્યાએ રહેમરાએ બાંધકામો ચાલી રહ્યા છે. હિન્દુ ધાર્મિક દેવી-દેવતાઓના મંદિરોને ટાર્ગેટ કરવામાં આવતા હોય તો હિન્દુઓ ક્યાં જઈને રહે ? તેવા સવાલો પણ હિન્દુ સમાજના લોકો ઉઠાવી રહ્યા છે. તેમજ હિન્દુ સમાજે જાગૃત થઈને નગરપાલિકાના નિર્ણયનો વિરોધ કરવો જોઈએ તેવી અપીલ પણ હિન્દુ સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા વાસ્તવિકમાં કોઈ કામગીરી કરવામાં નથી આવતી માત્ર હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડવાનું કામ નોટિસ આપીને નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ પણ સંગઠનોએ જણાવ્યું છે.