મોરબી સહીત સમગ્ર ગુજરાતમાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા વીજ વપરાશના બિલ માટે પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર મુકવામાં આવી રહ્યા છે. ત્યારે આ સ્માર્ટ મીટરમાં ઠેર ઠેર થી વપરાશ કર્યા કરતા વધુ યુનિટ વપરાતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે મોરબી કોંગ્રેસ સમિતિના હોદેદારો દ્વારા એક યાદી પ્રસિદ્ધ કરી સરકાર તથા ગુજરાત વિદ્યુત બોર્ડને અનુલક્ષીને ચીમકી આપી છે કે મોરબી જીલ્લામાં લોકોના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો પ્રજાને સાથે રાખી તેનો વિરોધ કરીશું.
મોરબી કોંગ્રસ સમિતિના ભૂતપૂર્વ અગ્રણી દ્વારા પ્રેસ યાદી જાહેર કરી જણાવ્યું કે હાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં ભાજપની સરકાર જી. ઈ.બી. સાથે મળી સરકારના મિત્રને કમાવી દેવાના ભાગ રૂપે સ્માર્ટ મીટર નાખી નફો રળી લેવાનું કામ કરી રહેલ છે, લોકોને રોજગાર આપવામાં સરેઆમ નિષ્ફળ ગયેલ ભાજપ સરકાર પ્રજાને લૂંટવા માટે નવા નવા ગતકડાં કરી પ્રજાને પરેશાન કરી રહ્યા છે.
ત્યારે જી. ઇ. બી દ્વારા ઘરે ઘરે પરાણે લોકોના ઘરમાં સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી થઈ રહેલ છે તે ગેરકાયદેસર છે કારણ કે પાવર વાપરવો હોય તો એડવાન્સ પૈસા ભરી રિચાર્જ કરાવો તો જ પાવર વાપરવા મળે તે ગેર કાયદેસર છે વસ્તુ ખરીદીએ ત્યાર બાદ જ પૈસા ચૂકવવા ના હોય એના બદલે જી. ઇ.બી પહેલા પૈસા બાદમાં પાવર આપવા માંગે છે તે વ્યાજબી નથી તેવી જ રીતે આ સ્માર્ટ મીટરને કારણે બેરોજગારી વઘશે કારણ મીટર રીડર તેમજ જી. ઇ . બી ના કલેક્શન કરતા લોકોને પણ નોકરીમાંથી છુટા કરવા પડે તેથી લોકોમાં બેરોજગારી પણ વઘશે અને પાછા આ સ્માર્ટ મીટર પણ ખામીયુક્ત મીટર છે પહેલા લોકોને બે મહિનાનો પાવર વપરાશ 3 હજાર રૂપિયા હતો અને આ સ્માર્ટ મીટર લગાવવાથી 3 હજારના બદલે આ સ્માર્ટની મીટરથી 20 દિવસમાં 3 હજાર રૂપિયાનો પાવર વપરાશ બતાવવામાં આવે છે આમ મીટરમાં ખામી રાખી પ્રજા પાસેથી વઘારે પૈસાની લૂંટ કરવામાં આવી રહેલ છે ત્યારે આવા સ્માર્ટ મીટર મોરબી જીલ્લામાં કોઈપણ વિસ્તારમાં નાખવામાં ના આવે અને જો દબાણ કરી નાખવાનો પ્રયત્ન કરવામાં આવશે તો પ્રજાને સાથે લઈ આંદોલન કરવામાં આવશે અને આવા પ્રજાના પૈસા લૂંટવાના ઇરાદાવાળા મીટર નાખવા દેવામાં નહી આવે જેની ગંભીર નોંધ જી. ઇ.બી અને સરકારે લેવી તેમ મોરબી શહેર કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.