મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરની મન હોસ્પિટલ પાસેથી એક ઇસમને બોટલ નંગ ૩૭ કિંમત રૂ. ૧૬,૯૮૦ તથા ઇકો કાર ૨,૫૦,૦૦૦ મળી કુલ ૨,૬૬,૯૮૦ માં મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મળેલ ખાનગી બાદ મેં આધારે મોરબી મન હોસ્પિટલ પાસે ક્રિષ્ના ટ્રાવેલ્સ ની સામે રોડ ઉપર જાહેરમાં ઇકો ફોર વ્હીલર કાર રજીસ્ટર નંબર GJ -18-BL-7163 વાળાને રેઇડ કરી વિદેશી દારૂ નાની મોટી બોટલો કુલ નંગ 37 સાથે પકડી પાડયો છે. જેમાં જોહની વોકર રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોય વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલની કાયની કંપની શીલબંધ બોટલ નંગ-૦૨ કિ.રૂ.3000/, એબ સોલ્યુટ વોડકા ૭૫૦ એમ.એલ.ની કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૨ કિ.રૂ.૩૭૮૦/-, બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૦૨ કી.રૂ.૧૯૯૦/- , બ્લેન્ડર પ્રાઇડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ ની કાચની કંપની સીલબંધ બોટલ નંગ-૦૮ કી.રૂ.૨૦૦૦/-, એન્ટી ક્યુટી બ્લુ અલ્ટ્રા પ્લેટીનીયમ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ ની પ્લાસ્ટીકની કંપની સીલબંધ બોટલ નંગ- ૨૩ કી.રૂ.૬૨૧૦/- તથા ઇકો ફોર વ્હીલર રજી.નં. GJ-18-BL-7163 ની કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૨,૬૬,૯૮૦/- નો મુદામાલ સાથે આરોપી રાજેશભાઇ લાલજીભાઇ મકવાણા મોરબી વાળાને ઝડપી પાડ્યો છે. જ્યારે માલ મોકલનાર દેવરાજ બાબુભાઇ છુછીયા મોરબી વાળાની અટક કરવા પર બાકી હોવાથી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.