ટંકારાના હરબટીયાળી ગામે પાડોશી વચ્ચે રસ્તાનો વર્ષો જૂનો વિવાદ ચાલતો હોય તથા મકાન બનાવતી વખતે વંડાની દીવાલ પાડી દઈ નવી દીવાલ ચાની આપવા બાબતે પણ વિવાદ ચાલતો હોય. ત્યારે બીજીબાજુ મૂળ હરબટીયાળી ગામના હાલ અમદાવાદ રહેતા વૃધ્ધે રેવન્યુ વિભાગમાં અરજી કરેલ હોય ત્યારે રેવન્યુ વિભાગ સર્વે કરવા આવતા જે બાબતે સામાવાળાને સારું નહિ લાગતા વૃદ્ધ સાથે બોલાચાલી કરી ગામ છોડી દેવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જયારે સામાવાળાએ વૃદ્ધને દીવાલ ચણી આપવાનું કહેતા વૃદ્ધ દ્વારા પણ સામેવાળાને કહ્યું કે દીવાલ નહિ થાય અને હવે પછી દીવાલ ચણવાનું કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર બનાવ બાબતે વૃદ્ધ દ્વારા ૧૦૦ નંબરમાં પોલીસને જાણ કરતા ટંકારા પોલીસે બંનેને પોલીસ મથક લઇ જતા જ્યાં ગામના આગેવાનો દ્વારા સમાધાન માટે આવ્યા હતા પરંતુ બંને વચ્ચે સમાધાન ન થતા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રથમ પક્ષે કરેલ ફરિયાદની મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના વતની હાલ અમદાવાદ એપલવુડ ટાઉનશીપ ઓર્ચન હોર્મોનીમાં રહેતા હરજીભાઇ પોપટભાઈ સંઘાણી ઉવ.૬૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી પોપટભાઈ ગોકળભાઇ ઢેઢી રહે.હરબટીયાળી ગામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી હરજીભાઇ સંઘાણીને પોપટભાઈ ઢેઢી કે જેઓ હરજીભાઈના પાડોશમાં રહેતા હોય ત્યારે હરજીભાઇ અને પોપટભાઈ વચ્ચે વર્ષોથી રસ્તા બાબતે વિવાદ ચાલતો હોય જેથી ફરિયાદી હરજીભાઇ દ્વાર આ બાબતે અગાઉ રેવન્યુ વિભાગમાં અરજી કરી હોય તેથી વિવાદીત જમીન માટે સર્વે તથા જમીન માપણી કરવા રેવન્યુ વિભાગવાળા આવી સર્વે કરીને ચાલ્યા ગયા હતા. ત્યારે હરજીભાઇ ગઈકાલ તા.૨૨/૦૫ના રોજ હરબટીયાળી ગામના ઝાંપા પાસે ઉભા હતા ત્યાં આરોપી પોપટભાઈ ઢેઢી હરજીભાઇ પાસે આવીને કહેવા લાગેલ કે ‘ કેમ તેઓએ રેવન્યુ વિભાગમાં અરજી કરી હતી..’ તેમ કહી હરજીભાઇ સાથે બોલાચાલી કરીને કહ્યું કે અત્યારે જ ગામ છોડીને ચાલ્યા જાઓ અને હવે ગામમાં પગ મુકીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપયાની ફરિયાદ નોંધાવી હતી.
જયારે સામાપક્ષે હરબટીયાળી ગામે રહેતા પોપટભાઈ ગોકળભાઇ ઢેઢીએ આરોપી હરજીભાઇ પોપટભાઈ સંઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે પાંચ વર્ષ પહેલા આરોપી હરજીભાઈ પોતાનું મકાન બનાવતા હોય ત્યારે પોપટભાઈના વંડાની દીવાલ ફરીથી ચણી આપવાની શરતે પાડવાની મંજૂરી આપી હતી જે દીવાલ ચણી આપવા પોપટભાઈએ આરોપીને કેટલીક વાર કહ્યું હોય જે દીવાલ આજદિન સુધી આરોપી દ્વારા ચણી આપી ન હોય ત્યારે ગઈકાલે આરોપી હરજીભાઇ ગામના ઝાંપા પાસે ઉભા હોય ત્યારે પોપટભાઈએ આવી હરજીભાઈને દીવાલ બાબતે ફરીવાર રજૂઆત કરતા આરોપી હરજીભાઇ એકદમ ઉશ્કેરાઈ જઈ કહ્યું કે’દીવાલ ચણી આપવામાં નહિ આવે તારે જેને કહેવું હોય તેને કહી દે જે અને હવે પછી દીવાલ ચણવાનું કહીશ તો જાનથી મારી નાખીસ તેવી ધમકી આપી હતી.
સમગ્ર બનાવ બાબતે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે બંનેની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.