હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે ભવાનીનગર ઢોરા પાસે આવેલ કિશન બાબરીયાના વાડામાં રેઇડ કરતા વાડામાં વેચાણ અર્થે છુપાવી રાખેલ વિદેશી દારૂના ૧૮૦એમએલના ૬૫ નંગ ચપલા કિ.રૂ.૬,૫૦૦/-મળી આવેલ હતા. જયારે દરોડા દરમિયાન વાડા-માલીક આરોપી કિશન ઉર્ફે કાળીયો પ્રવીણભાઈ બાબરીયા રહે.ભવાનીનગર ઢોરો હળવદવાળો હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇ આરોપી સામે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.