મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૧૨ માં ફરિયાદીના મોટાભાઈ કુટુંબી ભાઈની જાનમાં ઢોલે રમતા હોય તેની દીકરીઓને સાથે રમવાનું કહેતા ફરિયાદીએ સભ્યતામાં રહેવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઈ માથાના ભાગે અપંગ આરોપીની લોખંડની ધોડી મારી દેતા આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો હતો. જેમાં આજરોજ બંને આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ મોરબીના એડિશનલ સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફસ્ટ ક્લાસ દ્વારા કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના મોટાભાઈ કુટુંબી ભાઈની જાનમાં ઢોલે રમતા હોય તેની દીકરીઓને સાથે રમવાનું કહેતા ફરીયાદી કિશોરભાઈ સવજીભાઈ સોલંકીએ આરોપી વશરામભાઇ રતિલાલભાઈ સોલંકીને સભ્યતા રાખવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને જેમ તેમ બોલી અને આરોપી દેવજીભાઈ ગાંડુંભાઈ સોલંકીની લોખંડના સળીયાની ઘોડી ફરીયાદીના માથામાં મારી ઈજા કરી આરોપીઓએ લગ્નમાં નહિ આવવાનો ખાર રાખી ફરિયાદીને માથામાં ઈજા કરી ઢીકા પાટુંનો માર મારી ગાળો આપતા આરોપી વિરૂદ્ધ તા. ૦૭/૧૧/૨૦૧૨ ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજીસ્ટર કરી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓ કાર્યવાહી દરમિયાન જામીન મુક્ત થયા હતા. તહોમતદારો વિરુધ્ધ ચાર્જશીટ તા.૨૯.૧૨. ૨૦૧૨ ના રોજ રજૂ કરવામાં આવી હતી. જે બાબતે આરોપીઓને સમન્સ કરતા અદાલતમાં હાજર થયા હતા. આરોપીઓએ ગુન્હાનો ઇન્કાર કર્યો હતો. જેથી ફરિયાદી પક્ષના પુરાવા માંગવામાં આવ્યા હતા. જે કેસમાં મૌખિક પુરાવાઓ તેમજ બંને પક્ષની દલીલો સાંભળી ક્રિમીનલ કોર્ડની કલમ હેઠળ આરોપી વશરામભાઇ રતિલાલભાઈ સોલંકી અને દેવજીભાઈ ગાંડું ભાઈ સોલંકી શિક્ષાપાત્ર ગુન્હામાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ મોરબીના એડિશનલ સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રીમતી ચાંદની યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે.