Tuesday, November 26, 2024
HomeGujaratહળવદ બસ સ્ટેન્ડ ખાતે કાળઝાળ ગરમીમાં સમાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ

હળવદ બસ સ્ટેન્ડ ખાતે કાળઝાળ ગરમીમાં સમાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ

પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હળવદ બસ સ્ટેશન ખાતે કાળઝાળ ગરમીમાં ડ્રાઈવર કંડકટરની આરોગ્ય લક્ષી તપાસની સાથે બસમાં પેસેન્જરને પીવા માટે ઠંડુ મિનરલ બોટલ પાણી અને ગમચાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

કાળઝાળ ગરમીમાં ૪૬ ડિગ્રી ઉપર તાપમાનમાં એસ.ટી બસમાં સેવાઓ આપતા ડ્રાયવર અને કંડકટર આકરા તાપ વચ્ચે બસના એન્જિન ની ગરમી વચ્ચે પોતાની સેવા બજાવતા હોય છે. ત્યારે તેમને આકરા તાપ વચ્ચે આંશિક રાહત મળી રહે તે માટે આજરોજ સવારે પાંચ કલાકે હળવદ બસ સ્ટેશન ખાતે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપના સંયુકત ઉપક્રમે હળવદ બસ સ્ટેશન ખાતે હળવદ થી ઉપડતી બસોના ડ્રાઈવર તેમજ કંડકડરની પ્રાથમિક આરોગ્ય તપાસ એમ.ડી ડોકટર દ્વારા કરી આપવામાં આવી હતી.

જેમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ કરાઈ હતી. તેમજ એસટીના કર્મચારીઓ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી. સાથે સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં હળવદથી ઉપડતી દરેક બસોમાં ઉનાળાના તાપ વચ્ચે દરરોજ ઠંડા પાણીના બાટલા મૂકવામાં આવશે જેથી મુસાફરોને શુદ્ધ ઠંડુ પીવાનું પાણી સરળતાથી મળી રહેશે અને ડ્રાઈવર Milton કંપનીની પાણીની બોટલ આપવામાં આવશે જેથી ડ્રાઇવરને તેમની કેબિનમાં સરળતાથી પાણી મળી રહેશે. સાથે કોઈને ડાયાબિટીસ ઘટી જાય તો તાત્કાલિક સુગર મેઇન્ટેન કરવા માટે અને નાના બાળકો રડતા હોત તો તેમના માટે ચોકલેટનો ડબ્બો પણ દરેક બસમાં ખાસ રાખવામાં આવશે.

તેમજ હાજર સર્વે એસ.ટી સ્ટાફના મિત્રોને ગમચા પહેરાવી સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને સવારમાં આધ્યાત્મિક વાતાવરણ બને તેવા શુભ આશયથી ધૂન, ભજન અને સ્તુતિ પણ કરવામાં આવી હતી. ત્યાં હાજર ૫૦ થી વધુ મુસાફરોની પણ પ્રાથમિક આરોગ્ય લક્ષી તપાસ કરી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, એસ.ટી નિગમના પૂર્વ ડાયરેક્ટર બિપીનભાઈ દવે, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં એમ.ડી ડોકટર રણજીત ચાવડા સાથે ડૉ જય દવે અને ડૉ જીત દવેએ નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરી હતી. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે પાટિયા ગ્રુપ અને છોટાકાશી હળવદ સેવા ગ્રુપના મેમ્બરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને હળવદ બસ સ્ટેન્ડના કન્ટ્રોલર રાજુભાઈ દવેએ પણ ખડેપગે પોતાની સેવા આપી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!