હળવદ નગરપાલીકાના સેનેટરી ઈન્સ્પેકટર દ્વારા વાલ્મીકિ સમાજના કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય જેને લઇ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અગાઉ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને હડતાળ કરવામાં આવી હતી. જેનો ખાર રાખીને તેમના દ્વારા કર્મચારીને અસ્પૃશ્યતા રાખી છુટા કરવા આવ્યા હોવાની રાવ સાથે આજ રોજ સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા ચીફ ઓફીસરને રજુઆત કરવામાં આવી હતી.
સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા હળવદ નગરપાલિકા ચીફ ઓફીસરને રજુઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, હળવદ નગરપાલીકામાં વાલ્મીકિ સમાજના લોકો સફાઇકામદાર તરીકે ફરજ બજાવે છે અને તેમની અગાઉની હળતાળ પછી થોડાક સમય માજ હળવદ નગરપાલીકાના સેનેટરી ઈન્સ્પેકટરની બદલી થતા નવા સેનેટરી ઈન્સ્પેકટર તરીકે કૌશીકભાઈ મોકાણા ફરજ આવ્યા ત્યાર બાદ સફાઇકામદારો સાથે ગેર વ્યાજબી વર્તન મહીલા કર્મચારી સાથે કરતા અને તેમની સાથે હળવદ નગરપાલીકાનાં ફાયર ઓફીસર રોહિતભાઈ મહેતા વોર્ડ તપાસ માટે વારંવાર જતા તેવા સમયે મહીલા કર્મચારી સાથે હુકારે તુકારે વર્તન કર્તા જેની વાલ્મિકી સમાજના તામામ આગેવાનો દ્વારા સેનીટેશન શાખામા રજુઆત કરવામાં આવી હતી. જે રોહિતભાઈ અને કૌશીકભાઈને રજુઆતનો ખાર રાખી વાલ્મિકી સમાજના ત્રણ કર્મચારી ના વિરૂધ્ધ ચિફઓફીસર ને ખોટા કાન ભંભરણી કરીને કર્મચારીને છુટા કરાવ્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, હળવદ નગરપાલીકાના ચિફ ઓફીસરે ફરજ મુકત કરેલ લેટરમાં જે શબ્દ નો ઉલ્લેખ કરેલ છે કે વારંવાર અધીકારી સાથે બીભત્સ ગાળો બોલી છે. તે બાબત બીલકુલ ખોટી અને પાયા વિહોણી છે અને અગાઉની ફરીયાદની અધિકારી દ્વારા લેખીતમાં રજુઆત કરેલ નથી અને છુટા કરેલ કર્મચારીઓને કોઈ પણ જાતની મૌખીક /લેખીત જાણ કરેલ નથી. જેથી વાલ્મિકી સમાજનાં રોજમદાર સફાઇકામદારો દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી.