મોરબીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર એક જ દિવસમાં એ.સી.બી.ના ત્રણ અલગ અલગ કેશોમાં આરોપીઓને ચાર વર્ષની સજા અને 20,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલ સંજયભાઈ દવે દ્વારા છેલ્લા એક માસમાં 10 સજાઓ કરાવવામાં આવેલ છે.
મળતી માહિતી અનુસાર, મોરબી કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વાર એક જ દિવસમાં ત્રણ એ.સી.બી ના અલગ અલગ ગુન્હાઓમાં આરોપીઓને ચાર વર્ષની સજા અને 20,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં પ્રથમ કેસમાં ફરિયાદો આશિષ કુમાર રામભાઇ કુમાર હળવદ તાલુકા પંચાયત કચેરી તરફથી કચેરીનો ઝેરોક્ષ કરવાનો 4/12 થી 3/13 સુધીનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જેમાં ફરિયાદીએ 2/13 તથા 3/13 ના માસની કરેલ ઝેરોક્ષના બિલ તથા કોન્ટ્રાક્ટ પૂરો થયે ડિપોઝિટ ની રકમ પરત આપવાની અવેજીમાં આરોપી તાલુકા વિકાસ અધિકારી મુકુન્દરાય લક્ષ્મિશંકર પાણેરીએ 6/6/13 ના રોજ પંચની હાજરીમાં 2,000 માંગી સ્વીકારતા ઝડપાઈ જતાં પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગુન્હો દાખલ કરાયો હતો. જેમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ દલીલો કરી 6 મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેમાં સ્પેશ્યલ જજ (એ. સી. બી.) અને બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબની કોર્ટે મોરબી એ આરોપીને ચાર વર્ષની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
બીજા બનાવમાં, હળવદ તાલુકાના જુના દેવળિયા ખાતે રહેતા અને ખેતી કામ કરતા ફરિયાદી વિપુલભાઈ રાજેન્દ્રભાઈ ભોરણીયાના દાદા ગુજરી જતાં તેમના નામે રહેલ ખેતીની જમીનમાં વારસાઇ એન્ટ્રી કરાવવા આરોપી તલાટી મંત્રી જગદીશભાઈ નવનીતલાલ ભટ્ટે કામ કરાવી આપવાના બદલે 14,000 માંગણી કરી અંતે રકઝક બાદ 12,000 આપવાના નક્કી કર્યું હતું જે પૈકી 6,000 મરણનું પ્રમાણપત્ર અને પેઢી આંબો આપે ત્યારે અને 6,000 વારસાઈ એન્ટ્રી થઈ ગયા બાદ આપવાનું નક્કી થયા મુજબ તા. 18/12/2009ના રોજ 6,000 આપી દેવા વાયદો કરેલ જે વાયદા મુજબ આરોપીએ પંચની હાજરીમાં ફરિયાદી પાસેથી 6,000ની માંગણી કરી પોતાના ટેબલ પર મુકાવી પકડાઈ જતાં ગુન્હો કર્યો હતો. જે કેસમાં મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવે એ 6 મૌખિક અને 33 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા જે દલીલો આધારે વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટે આરોપીને ચાર વર્ષની સજા અને 20,000 નો દંડ ફટકાર્યો છે..
ત્રીજા બનાવમાં, હળવદ તાલુકામાં પ્રતાપગઢ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરિયાએ આરોપી તલાટી મંત્રી ચીમનલાલ હીરાલાલ દસાડીયા પાસે પોતાની ખેતીની જમીન મહાનગરની સીમમાં સર્વે નં 199 વાળાની ચતુર્થ દિશા તથા ગામ પંચાયતનો બોજો નહિ હોવા અંગેનો દાખલો કાઢી આપવા માટે આરોપીએ અવેજમાં રૂપિયા 500 ગેરકાયદેસર લાંચની માંગ કરી હતી. તા. 27/06/2008 ના રોજ 01:05 મિનિટે પંચની હાજરીમાં ફરિયાદી પાસેથી આરોપીએ 500 ની લાંચ સ્વીકારતા પોતાના આર્થિક લાભ માટે રાજ્ય સરકારના હોદ્દાનો દુરુપયોગ કરતા રેઇડ દરમિયાન પકડી ગુન્હો દાખલ કરાયો હતો જે કેસમાં સરકારી વકીલ સંજયભાઈ દવે એ 7 મૌખિક અને 25 લેખિત પુરાવા રજૂ કર્યા હતા. જે કેસમાં સ્પેશ્યલ જજ અને બીજા એડિશનલ સેશન્સ જજ વિરાટ એ બુધ્ધ સાહેબની કોર્ટે મોરબી એ આરોપી ચીમનલાલ હીરાભાઈ દસાડીયાને ચાર વર્ષની સજા અને 20,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.