Monday, October 7, 2024
HomeGujaratરાજકોટનાં TRP ગેમઝોનની ઘટનામાં અત્યાર સુધી ૨૨ના મોત:મૃતદેહની ઓળખ માટે DNA ટેસ્ટ...

રાજકોટનાં TRP ગેમઝોનની ઘટનામાં અત્યાર સુધી ૨૨ના મોત:મૃતદેહની ઓળખ માટે DNA ટેસ્ટ કરવા પડશે:એક સંચાલકની ધરપકડ

ગુજરાત ભરના તમામ ગેમ ઝોન બંધ કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલએ આદેશ કર્યો

- Advertisement -
- Advertisement -

રાજકોટમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે. શહેરના કાલાવાડ રોડ પ આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં બાળકો સહિત કુલ ૨૪ લોકોના ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે કેટલાક દાઝી જવાથી ઈજાગ્રસ્ત થયા છે, જેને પગલે મૃત્યુઆંક વધી શકે છે. આ સિવાય ૩૦ જેટલા લોકોનું રેસક્યુ કરાઈ સહિસલામત બહાર કાઢવામાં આવ્યા છે.તેમજ એક સંચાલક યુવરાજ સોલંકી ની ધરપકડ કરી હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.

મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરના કાલાવડ રોડ પર મોટી આગ લાગી છે. આગને પગલે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. TRP ગેમઝોનમાં આગ લાગી છે. ગેમઝોનમાં અનેક લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનામાં બાળકો સહિત કુલ ૨૪ વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. જ્યારે બાળકો સહિત હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.રાજકોટ TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાસ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. આગ લાગતા ફાયરબ્રિગેડની આઠ ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘટનાની ગંભીરતા જોઈને, પોલીસ કમિશ્નર અને કલેક્ટર પણ ઘટનાસ્થળે હાજર છે.ગેમઝોનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!