Tuesday, October 8, 2024
HomeGujaratમોરબી નગરપાલિકામાં મોરબીના ધારાસભ્યની લાગવગથી ભરતી કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી નગરપાલિકામાં મોરબીના ધારાસભ્યની લાગવગથી ભરતી કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ

મોરબી શહેરની કહેવાતી એ ગ્રેડની નગરપાલિકામાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે અને તેના પર મોરબી માળિયાના ધારાસભ્યની પકડ છે. ત્યારે મોરબી નગરપાલિકામાં નીતિ નિયમો નેવે મુકી ગેર કાયદેસર રીતે અને ધારાસભ્યની ભલામણથી કર્મચારીની ભરતી થઇ રહેલ છે તે રદ કરી કડક કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે. તેમજ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર શહેરી વિકાસ સચિવને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી દ્વારા ભાજપનાં ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યો છે, તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી નગરપાલિકાએ મોરબી માળિયાના ધારાસભ્યની પકડમાં છે. તેમ તેઓ વારંવાર નિવેદન કરીને ખુદ મોરબીના ઘારાસભ્ય કહે છે. જાણવા મળતી માહિતી મુજબ મોરબી નગરપાલિકાએ તાજેતરમાં આશરે 8થી 10 લોકોની ભરતી કરેલ છે. જેમાં તમામ નિયમ નેવે મૂકીને કોઈની ભલામણથી આ કર્મચારીની ભરતી કરવામાં આવેલ છે. તેવી નગરપાલિકા સ્ટાફમાંથી માહિતી મળેલ છે. આમ નગરપાલિકાના વહીવટદાર મારફત કોઈ પણ જાહેરાત કે સરકારની મંજુરી વગર ભરતી કરવામાં આવી રહી છે. તે કેટલી વ્યાજબી છે. ના કોઈ કરાર કે ના કોઈ લાયકાત ફકતને ફકત મોરબીના ધારાસભ્યના કહેવાથી આવી ગેરકાયદેસર ભરતી કરી પ્રજાના ટેકસના પૈસાનો ગેરઉપયોગ કરી નગરપાલિકા ઉપર આર્થિક ભારણ નાખવામાં આવી રહ્યું છે. તે કેટલી હદે વ્યાજબી છે. આ બાબત ગાંધીનગર શહેરી વિકાસ સચિવને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવેલ છે કે નગરપાલિકામાં ચાલતા ગેરકાયદેસરની ભરતીને બંધ કરી જે લોકોની કોઈ પણ જાહેરાત કે મંજુરી વગર કરેલ ભરતી કેન્સલ કરી આ ભરતી કરનાર અઘિકારી અને ભલામણ કરનારની પાસેથી ચૂકવાયેલ પગારની રકમ વ્યાજ સહિત વસૂલ કરી દાખલ રૂપ કાર્યવાહી કરવામાં આવે અને નગરપાલિકાના પરાણે બની બેઠેલા બોસ મોરબી માળિયાના ધારાસભ્ય આ બાબતે પોતાનાની પ્રતિક્રિયા આપે અને આવી ગેરકાયદેસર ભરતી કરેલ લોકોને તાત્કાલિક અસરથી છુંટા કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારમાં રજૂઆત કરે તેમ રજૂઆત કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!