Thursday, October 10, 2024
HomeGujaratમોરબી:મિત્રના ડખ્ખામાં સમાધાન કરવા ગયેલ યુવક ઉપર તલવાર-છરીથી ચાર શખ્સોએ કર્યો હુમલો

મોરબી:મિત્રના ડખ્ખામાં સમાધાન કરવા ગયેલ યુવક ઉપર તલવાર-છરીથી ચાર શખ્સોએ કર્યો હુમલો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ગામે રહેતો યુવક પોતાના મિત્રને ગામમાં જ રહેતા અમુક ઈસમો સાથે ઝઘડો થયો હોય ત્યારે થયેલા ઝઘડામાં સમાધાન માટે ગયેલ યુવકને ચાર શખ્સોએ તલવાર-છરી તથા ઢીકાપાટુનો માર મારી હાથમાં, કલાઈમાં તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડતા યુવકને લોહી લોહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યારે સમગ્ર બનાવ બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં યુવક દ્વારા ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર મોરબીના ત્રાજપર ગામમાં રામજી મંદિર પાસે રહેતા રવિભાઇ અશોકભાઇ વરાણીયા ઉવ.૨૮ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મનસુખ ઉર્ફે મચો રમેશભાઇ વરાણીયા ઉવ.૪૩ રહે. મોરબી-૨ ત્રાજપર ગામ, કરખજીભાઇ ઉર્ફે હકો જીવણભાઇ અદગામા ઉવ.૪૩ રહે. મોરબી-૨ ત્રાજપર ગામ, પ્રવિણભાઇ ઉર્ફે ઉગો જગમલભાઇ અદગામા ઉવ.૨૨ રહે. મોરબી-૨, કાનાભાઇ હરખજીભાઇ ઉર્ફે હકાભાઇ અદગામા ઉવ.૨૦ રહે. જુના ઘુટુ ડાડાના મંદિર પાછળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૨૬/૦૫ ના રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં ફરિયાદી રવિભાઈને તેમના મિત્ર ધરમશી ઉર્ફે લાલાએ ફોન કરી જાણ કરી કે તેને ત્રાજપર ગામમાં રહેતા મનસુખ ઉર્ફે મચા સાથે ઝઘડો થયો છે જેથી થયેલા ઝઘડા બાબતે સમાધાન કરવા માટે ત્રાજપર ગામના અવેળા પાસે ઉપરોક્ત આરોપીઓ હોય જેથી રવિભાઈ ત્યાં ગયા હતા અને ઝઘડા બાબતે પૂછતાં આરોપી મનસુખ ઉર્ફે મચાએ બેફામ અપશબ્દો બોલવા લાગ્યો હતો જેથી રવિભાઈએ અપશબ્દો બોલવાની ના પડતા એકદમ ઉશ્કેરાયેલા મનસુખ ઉર્ફે મચાએ તલવારથી રવિભાઈને એક ઘા માર્યો હતો ત્યારબાદ ઉપરોક્ત આરોપીઓએ એક સંપ કરી રવિભાઈને પકડી રાખી આરોપી પ્રવીણભાઈ ઉર્ફે ઉગાએ છરી કાઢી મારવા જતા રવિભાઈએ છરી પકડી લેતા તેમને હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં ચારેય આરોપીઓએ રવિભાઈને ઢીકાપાટુનો મુંઢમાર મારવા લગતા દેકારો થતા આજુબાજુમાં રહેતા લોકો ભેગા થઇ જતા રવિભાઈને વધુ મારમાંથી બચાવી લેવાયા હતા. ત્યારે રવિભાઈ ત્યાંથી ભાગવા જતા હોય ત્યારે ઉપરોક્ત ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવમાં રવિભાઈએ પ્રથા સરકારી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ગયા જ્યાંથી તેઓએ ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા હાલ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!