Sunday, October 20, 2024
HomeGujaratમોરબી:ખાનગી હોસ્પિટલો તથા શાળાઓ સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી સાધનો...

મોરબી:ખાનગી હોસ્પિટલો તથા શાળાઓ સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટી સાધનો લગાવવા જોઈએ:ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી:રાજકોટમાં અગ્નીકાંડ પછી સરકારી કામમાં ગતી આવેલ છે, ત્યારે સરકાર દ્વારા ફાયર સેફટીના સાધનો લગાવવાના નિયમ અંગે કડક કાર્યવાહી હાલ ચાલુ હોય ત્યારે દરેક ખાનગી હોસ્પીટલ તથા શાળામાં ફાયરસેફટી સાધનો વસાવવા જોય સાથે-સાથે સરકારી કચેરીઓમાં પણ અમલ થવો જરૂરી હોય જે માંગ સાથે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ દ્વારા લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર રાજકોટમાં અગ્નીકાંડ થયાં પછી સરકારે ઝડપથી કામગીરી શરૂ કરેલ છે તે અભિનંદન પાત્ર છે. હાલે સરકારી અધિકારીઓ શાળા-ખાનગી હોસ્પીટલ, છાત્રાલય દરેક જગ્યાએ ફાયર સેફટીના સાધનો માટે તાકીદ કરી રહયાં છે. પરંતુ પ્રજાનો જયાં દરરોજ ધસારો સરકારી કચેરી જેવી કે કલેકટર કચેરી -નગરપાલીકા -પોસ્ટ ઓફીસ-સેવા સદન-જાહેર લાઇબ્રેરી-શાક માર્કેટ-બેંકો તથા અન્ય કચેરીમાં માણસો કામસર આવે છે તેથી ધણી ભીડ હોય છે. ત્યાં ફાયર સેફટીનાં સાધનો નથી ત્યાં તાત્કાલીક મુકાવીને પ્રજાને સંતોષ થવો જોય ર્દુઘટના કયારે બને તેનુ નકકી નથી તો આ બાબતે સરકાર તાત્કાલીક આદેશ સાથે ગ્રાન્ટ મંજુર કરે તેવી અપેક્ષા રાખે છે. તો આ બાબતે યોગ્ય કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!