વેકેશન એટલે મજા મજા અને મજા, વેકેશનનો આટલી જ મર્યાદિત અર્થ અને મહત્ત્વ આપવામાં આવે તે યોગ્ય નથી. જેને ધ્યાને લઇ વેકેશનનો સદઉપયોગ કરીને નવયુગ સાયન્સ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસરે ખડક ચઢાણ બેઝીક કોર્સમાં 10 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. અને તેમાં સફળતા પૂર્વક A grade પ્રાપ્ત કર્યો હતો. જેની વિદ્યાર્થીઓ પર હકારાત્મક અસર પડી રહી છે.
શિક્ષક માત્ર અભ્યાસક્રમ પૂર્ણ કરવા સીમિત ન રહેતા આજની નવી પેઢી સાથે તાલ મિલાવી શકે એટલો હર હંમેશ બીજી પ્રવૃત્તિમાં પણ અપડેટ હોવા જોઈએ કે જેમાંથી વિદ્યાર્થીઓને પણ પુસ્તકીયા જ્ઞાન સિવાય બીજી પ્રવૃત્તિમાં જોડાવા માટે પણ પ્રેરણા મળવી જોઈએ. આ વાતને સાર્થક કરતા વેકેશનનો સદઉપયોગ કરીને નવયુગ સાયન્સ કોલેજમાં ફરજ બજાવતા પ્રોફેસર હર્ષદ એમ. મારવણીયા એ રાજ્ય સરકારના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર ઉપક્રમે , પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ આયોજિત, ખડક ચઢાણ બેઝીક કોર્ષમાં 10 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. અને તેમાં સફળતા પૂર્વક A grade પ્રાપ્ત કરેલ છે. આ બાબત વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ છે. શિબિરથી તેમનામાં ટીમ ભાવના આત્મવિશ્વાસ અને સ્વયંશિસ્ત, મજબૂત મનોબળ હકારાત્મક અભિગમ કેળવવા જેવા ગુણો આત્મસાત કર્યા હતાં. આ શિબિરના સમાપન કાર્યક્રમનું સંચાલન પણ પ્રો. હર્ષદ એમ. મારવણીયા એ કર્યું હતું. આમ દરેક શિક્ષક આવી પ્રવૃત્તિમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડતાં રહે તેવી શાળા સંચાલકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે. આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી ના પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા અને નવયુગ પરિવાર તરફથી તેઓને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે.