મોરબી તાલુકાના ખાખરાળા ગામ નજીક આવેલ સનટેક પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં પરપ્રાંતીય શ્રમિકો-શ્રમિકો વચ્ચે કામ બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો, જે હુમલાના બનાવમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત થયા હતા. જયારે ઈજાગ્રસ્ત પૈકી એકની તબિયત નાજુક હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ હુમલામાં ઈજાગ્રસ્ત પામેલા યુવક દ્વારા તાલુકા પોલીસ મથકમાં ત્રણેય હુમલાખોર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તમામ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મૂળ આસામ રાજ્યના વતની હાલ ખાખરાળા ગામ નજીક આવેલ સનટેક કારખાનામાં કામ કરતા અને ત્યાં લેબર કોલોનીમાં રહેતા પ્રાણક્રિશ્ના મંડલ પ્રભુચંદ્રમંડલ મંડલ ઉવ.૧૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી ધિરજકુમાર હરેન્દ્રરાય યાદવ ઉવ.૨૧ રહે.હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાલા ગામ સીમ તા.જી.મોરબી મુળરહે.ગાંધી મેદાન ગલી નં ૭ પટના બીહાર, હરીઓમ ભીમ યાદવ ઉવ.૩૩ રહે.હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં ખાખરાલા ગામ મુળરહે.ગરરથા થાના જી.લાક્ષર બીહાર, બ્રિજેશ યાદવ ભીમ યાદવ ઉવ.૨૯ રહે.હાલ સનટેક કારખાનાના લેબર કોલોનીમાં મુળરહે.ગરરથા થાના જી.લાક્ષર બીહાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ખાખરાળા ગામ નજીક આવેલ પ્લાયવુડ બનાવતી ફેક્ટરીમાં ગત તા.૨૦/૦૫ના રોજ રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં આરોપી ધિરજકુમાર યાદવએ સાહેદ રાજકુમાર ભરતરાય યાદવ સાથે પ્લાયવુડની શીટો મુકવા બાબતે બોલાચાલી કરેલ હોય અને બાદમાં બીજી વખત ઉપરોક્ત ત્રણેય આરોપી એક સંપ થઇ ફરીથી રાજકુમાર યાદવ સાથે બોલાચાલી કરતા હોય ત્યારે તેમને સમજાવવા માટે ત્યા ફરીયાદી પ્રાણક્રિશ્ના મંડલ, રાજાભાઇ બકુલભાઇ બરમન તથા સાધુ મંડલ જતા આ ઉપરોકત ત્રણેય આરોપીઓએ ફરીયાદી સાથે તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપી ત્યા પડેલ લાકડાના ધોકા વડે ત્રણેય આરોપીઓએ પ્રાણક્રિશ્નાને માથામાં મારતા તેને બે ટાકા આવેલ તથા સાહેદ રાજા બકુલભાઇ બરમનને પણ માથાના ભાગે લાકડાના ધોકા વડે આડેધડ ઘા મારતા તેને માથામાંથી લોહી નીકળેલ હોય અને ગંભીર ઇજા થયેલ હોય અને સાહેદ સાધુ મંડલને પણ માથાના ભાગે લાકડાના ધોકા વડે મારેલ હોય અને તેને પણ માથામાં ટાકા આવેલ હોય.
ઉપરોક્ત ધોકા વડે માર મારવાના બનાવમાં રાજા બકુલભાઇ બરમનને માથામાં હેમરેજ તથા ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરેલ હોય અને તે હાલ અર્ધ બે-ભાન હાલમાં સારવારમાં દાખલ હોય. હુમલો કરી ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હોય ત્યારે તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લઇ ત્રણેય અસરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.