શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને નવી દિલ્હીથી એર વિસ્તારાની ફ્લાઇટ પર બોમ્બની ધમકી મળી હતી. જેને લઇને અધિકારીઓએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી બાદ શુક્રવારે શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને એક કલાક માટે અટકાવી અધિકારીઓએ યોગ્ય પગલાં લીધાં હતાં.
મળતી માહિતી અનુસાર, શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને નવી દિલ્હીથી એર વિસ્તારાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી. જેનાથી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) સહિતના સત્તાવાળાઓ જવાબ આપ્યો હતો કે ફ્લાઇટને લઇને બપોરના સમયે એરપોર્ટ પર ધમકીભર્યો કોલ કરવામાં આવ્યો હતો. જેમાં 178 મુસાફરો હતા. ફ્લાઇટ એરપોર્ટ પર ઉતર્યા પછી તરત જ, તેને એકાંત બાજુ નિર્દેશિત કરવામાં આવી હતી અને મુસાફરો અને ક્રૂને બહાર કાઢી પ્લેનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તેમજ બોમ્બ નિકાલ ટુકડીઓ અને સ્નિફર ડોગ્સ દ્વારા શંકાસ્પદ વસ્તુઓની તપાસ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું. સંપૂર્ણ તપાસ કર્યા બાદ પ્લેનમાં કોઈ વિસ્ફોટકો મળ્યા નથી. ત્યાર બાદ એક કલાક માટે રોકવી પડી હતી, તે પછીથી ફરી શરૂ કરાઇ હતી. એરલાઇનના પ્રવક્તાએ પુષ્ટિ કરી કે દિલ્હીથી શ્રીનગર જતી વિસ્તારા ફ્લાઇટ UK 611 પર “સુરક્ષાની ચિંતા” હતી, જે બોર્ડ પર હોય ત્યારે સ્ટાફના ધ્યાન પર લાવવામાં આવી હતી. ત્યાર બાદ “પ્રોટોકોલને અનુસરીને, તાત્કાલીક સંબંધિત અધિકારીઓને જાણ કરી શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યા પછી વિમાનને આઈસોલેશન કરી એક તરફ કરી તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા.તેમ વિસ્તારાના પ્રવકતાએ જણાવ્યું હતું.