Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ અન્વયે સાપ્તાહિક સમર કેમ્પનું આયોજન

મોરબીમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ અન્વયે સાપ્તાહિક સમર કેમ્પનું આયોજન

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે પોલીસ વિભાગ દ્વારા જુનીયર તથા સીનીયર કેડેટ માટે તા.૨૫/૦૫/૨૦૨૪ થી તા.૩૧/૦૫/૨૦૨૪ સુધીના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે તા.૩૧/૦૫/૨૦૨૪ ના રોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે જુનીયર તથા સીનીયર કેડેટ માટે તા.૨૫/૦૫/૨૦૨૪ થી તા.૩૧/૦૫/૨૦૨૪ સુધીના સમર કેમ્પ અનવ્યે તા.૩૧/૦૫/૨૦૨૪ રોજ કેમ્પના પાંચમા એટલે કે છેલ્લા દિવસે પોલીસ હેડ કવાર્ટર, મોરબી ખાતે SPC ના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે” પાર્થના “થી કરી જેનાથી વિધાર્થીઓમા તાજગીનો સંચાર થયો હતો.

ત્યારબાદ તમામને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામાં આવેલ ત્યારબાદ તમામને સુર્યનમસ્કાર કરાવવામા આવ્યા હતા. ત્યારબાદ કેમ્પસનો છેલ્લો દિવસ હોય તમામ કેડેટને સામાન પેકીંગ કરાવવામા આવેલ અને કેમ્પની સાફ-સફાઇ કરાવવામા આવી હતી.અલ્પાહાર લીધા બાદ સમર કેમ્પનો છેલ્લો દિવસ એટલે કે પુર્ણાહુતી હોય જેથી તમામ કેડટને એક સાથે બેસાડીને સાંસ્કૃતીક કાર્યક્રમ અને સમર કેમ્પનુ સમાપન કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તેમજ જીલ્લા શિક્ષણધિકારી કમલેશકુમાર મોતા અને અન્ય અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા.કેડેટ દ્વારા અલગ અલગ થીમ ઉપર નાટક રજુ કરવામા આવ્યો હતો.

ત્યારબાદ કેડેટ દ્વારા કેમ્પ વિશેના અભિપ્રાય અને સુચનો તથા આ કેમ્પમાંથી કેડેટ શુ શીખ્યા અને જીવનમા શુ કરશે તેની ચર્ચા કરવામા આવી હતી. તેમજ કેડેટ દ્વારા દેશભક્તી તેમજ ગુજરાતી ગરબા વગેરે જેવા જુદા જુદા ગીતો ઉપર અભીનય કરવામાં આવેલ તેમજ કેડેટ દ્વારા સમર કેમ્પ દરમ્યાનના અનુભવો વિષય પર વકતૃત્વ આપવામા આવેલ તેમજ મહિલા કેડેટ દ્વારા ગાયન તથા નારી તુ નારાયણી વિષય પર વકતૃત્વ રજુ કરવામા આવેલ કાર્યક્રમના અંતે ઉપસ્થીત અધિકારીઓની હાજરીમા કેમ્પ દરમ્યાન ઉતકૃષ્ટ પ્રદશર્ન કરનાર કેડેટને પ્રોત્સાહન રૂપે ટ્રોફી તથા ઇનામ આપવામા આવેલ અને કેડેટને આવનાર ભવિષ્યમા ઉજ્જવળ કારકીર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતી અંતમા આભારવિધી બાદ SPC ના સીનીયર કેડેટસ દ્વારા મકનસર પોલીસ હેડ કવાર્ટર ખાતે વૃક્ષારોપણ કરવામા આવેલ જે બાદ સત્ર પુર્ણ કરી તમામે બપોરનું ભોજન લીધુ હતુ. બપોર બાદ તમામ કેડેટને વાહનોની વ્યસ્થા સાથે ઘર તરફ રવાના કરવામાં આવેલ તમામ કેડેટસે ભાવુક હ્રદય અને આખોમા સ્નેહ અને લાગણીની અમીધારા સાથે તમામ અધિકારી/કર્મચારીઓનો આભાર માની ભારે હૈયે કેમ્પમાથી વિદાય લીધેલ જે બાદ સમર કેમ્પને પુર્ણ થયો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!