જેમ રાજકોટ ના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે TRP ને ચાલવા દીધું અને નજર અંદાજ કર્યું અને હવે કાયદાના સકંજામાં ફસાયા છે તેમ મોરબીમાં RTO આવા સ્કૂલવાહન ચાલકોને નજર અંદાજ કરશે (જેમ અત્યાર સુધી કર્યા છે) અને બાદમાં અકસ્માત થશે તો કોની જવાબદારી નક્કી થશે?
તાજેતરમાં રાજકોટ માં અગ્નિ કાંડ માં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે સ્કૂલ વાહનોમાં જોખમી રીતે બાળકોને બેસાડવાનો મુદ્દો પણ ગરમાયો હતો જેને લઇને હવે મોરબી RTO એ આવા વાહન ચાલકોને પંપાળી ને સૂચના આપતા હોય તેવી સૂચના જાહેર કરી છે.અને આ સૂચનામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.જાણે RTO અધિકારી ને પરાણે સૂચના આપવા માટે દબાણ કર્યું હોય અને પછી કરવા ખાતર કામ કર્યા હોય તેવી પ્રતીત થાય છે.
આ RTO ની “કડક”સૂચના કે ટચૂકડી જાહેરાત!વાંચો શબ્દશઃ…
મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે ઉપયોગમાં લેવાતાં વાહનો માટે માન્ય દસ્તાવેજોની પૂર્તતા સુનિશ્ચિત કરવા જોગ
૦૦૦૦૦
માહિતી બ્યુરો: મોરબી
મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના સ્કૂલવાન, સ્કૂલરિક્ષા, સ્કૂલબસ વગેરેના વાહનોના સંચાલકોને જણાવવાનું કે, વેકેશન પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં શાળાઓ શરૂ થનાર છે. ત્યારે આપના વાહનોને શાળાના બાળકોને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતાં પહેલા વાહનોના દસ્તાવેજો જેવા કે, ફિટનેસ, પરમીટ, ટેક્ષ, ઇનસ્યોરન્સ, પી.યુ.સી, રોડ સેફ્ટી સહિતની વગેરે બાબતોની પૂર્તતા સુનિશ્ચિત કરવા તથા વાહનોમાં અનઅધિકૃત અને જોખમી રીતે શાળાના બાળકોને ન બેસાડવા તથા તકેદારી રાખવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે*
આ સૂચના ને નહિ અનુસરનાર બેદરકાર વાહન ચાલકો પર કઈ પ્રકારની કાર્યવાહી થશે?વધુ ટ્રકો નીકળતા હોય તેવા હાઇવે પર જેમ RTO ની કાર પેટ્રોલિંગ કરે છે તેમ મોરબી જિલ્લાના શહેરોમાં કેમ નથી કરતી? ઓવર લોડ ટ્રકો વધુ જોખમી છે કે ઓવર લોડ બાળકો ભરેલ સ્કૂલ વાહનો ?ત્યારે હવે સ્કૂલો ખૂલે ત્યાર બાદ જ RTO ને લોકોના જીવ ની કેટલી ચિંતા છે તે સ્પષ્ટ થશે.