વાયરના જોઇન્ટ ને ઢાંકવા કપડા અને ખાલી બાચકા તેમજ સાંધા પર મોટા પત્થર મૂકી જાણે મુસાફરને શોર્ટ લાગતા અટકાવી શકતા હોય તે રીતે લાલિયાવાડી
મોરબી રેલવે સ્ટેશન ખાતે હાલ રીપેરીંગ કામ ચાલુ હોય જેમાં આજરોજ કામખ્યા ટ્રેન ના પેસન્જરો અને વાંકાનેર થી ડેમુ ટ્રેન ની અવર જવર વચ્ચે દરરોજ પેસેન્જરો થી ધમધમતા મોરબી રેલ્વે સ્ટેશન ની જીવતા અને લીકેઝ કેબલો સાથે ચાલવાના રસ્તે લોખંડની સીડીઓ પણ નજરે પડે છે પેસેન્જરોની સુરક્ષા કેટલી તે નરી આંખે જોઇ શકાય છે.તેમજ વાયર ના સાંધા પર બાચકા અથવા પત્થર મૂકી જાણે કોઈને વીજ શોક ન લાગે તેમ માની કોન્ટ્રાકટર દ્વારા કારીગરી કરવામાં આવી હતી.
જોકે આ બાબતે અમારા પ્રતિનિધિ એ સ્ટેશન માસ્તર નુ ધ્યાન દોરતા તાત્કાલિક ના ધોરણે કોન્ટ્રાક્ટર ને બોલાવી લીકેઝ કેબલને ઠીક કરી આપવાની ખાત્રી સ્ટેશન માસ્તર દ્વારા આપવામાં આવી હતી, હવે જોવાનું એ રહ્યુ કે ખરેખર પેસન્જરો ની સેફટી માટેની તૈયારીઓ કરવામાં આવે છે કે રુટીન મુજબ લીકેઝ કેબલો પેસેન્જરોને ભગવાન ના ભરોસે મુકવામાં આવે છે.પરંતુ રાજકોટ TRP ગેમઝોન માં વેલ્ડીગ ના એક તણખલાને કારણે ૨૮ જિંદગી આગમાં હોમાઈ જવાની ઘટના હજુ તાજી છે ત્યારે વધુ ભીડ ધરાવતી જગ્યાએ પર આ પ્રકારની બેદરકારી ને કારણે મોટી દુર્ઘટના ને આમંત્રણ સમાન ગણી શકાય જેથી આવી બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર ને પણ કડક સૂચના આપીને આવી બેદરકારી ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ.