Tuesday, November 26, 2024
HomeGujaratવાંકાનેરમાં ઘેટાં બકરાની જેમ ખાનગી વાહનોમાં મુસાફરો ભરી લઇ જતા વાહન ચાલકો...

વાંકાનેરમાં ઘેટાં બકરાની જેમ ખાનગી વાહનોમાં મુસાફરો ભરી લઇ જતા વાહન ચાલકો પર પોલીસની કાર્યવાહી

રાજ્યમાં અવારનવાર ગમખ્વાર અકસ્માતની ઘટનોમાં ભારે વધારો થયો છે અને એમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકો પર ખાનગી વાહન ચાલકો ઓવરલોડ મુસાફરો ભરી મોતને મુખમાં રાખી આ વાહન ચાલકો વાહન ચલાવતા નજરે પડે છે. ત્યારે કોઈ ગંભીર બનાવ ન બને તેના સાવચેતીના ભાગરૂપે ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા જોખમી રીતે વાહનોમા બેસાડી પેસેન્જરોનુ સ્થળાંતર કરતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં બહારના રાજ્યોમાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજુરીકામ કરવા આવતો મજુરો વાહનોમા ખચો ખર્ચ અને જોખમી રીતે બેસીને આવતા હોય જેથી કોઈ દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હોય જેથી આવા વાહન ચાલકો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા કડક સૂચના થઈ આવેલ હોય જેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની ટીમ કામગીરી કરવા પ્રત્યનશીલ હોય અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ નાકા, રસ્તા ઉપર વોચ તપાસ-વાહન ઘેકીંગમા રહી જોખમી રીતે, બયો-ખય મોટી સંખ્યામાં માણસો બેસેલ ૦૩ વાહનો મળી આવતા ત્રણેય વાહન ચાલકો વેસ્તા ધુમસિંહ દેવકીયા (રહે છોટી ફાટક તા.ભાબરા જી.અલીરાજપુર (એમ પી)), માનર્સિંગ નુરલા ડાવર (રહે, બોકડીયા પુજારીભળીયા તા ચાંદપુર જી.અલીરાજપુર(એમ.પી)) તથા જીતેન્દ્ર દરીયાવસિંગ માવડા (રહે કાલીખેતા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી)) વિરુધ્ધ આઈ પી.સી તેમજ મોટરવ્હીકલ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!