મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીનો યુવક પોતાનું બાર વ્હીલ વાળુ ટાટા કંપનીનું ડમ્પર લઈ મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડથી ફોનીક કલર કારખાના તરફ જતા ઈસમોને સારૂ નહિ લાગતા તેઓએ યુવક પર હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં જુના સાદુળકા ગામે રહેતો મોહનસિંહ ઉર્ફે અટુભા ફતેસિંહ ઝાલા નામનો યુવક ગઈકાલે સવારના સમયે પોતાનું બાર વ્હીલ વાળુ ટાટા કંપનીનું GJ-36-X-7245 નંબરનું ડમ્પર મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડથી ફોનીક કલર કારખાના તરફ જતા કાચા રસ્તે ગયેલ હોય જે હંસરાજભાઇ તેજાભાઇ પાંચોટીયાને ગમેલ ન હોય જેથી તેણે કપીલ હંસરાજભાઇ પાંચોટીયા, સત્યમ હંસરાજભાઇ પાંચોટીયા તથા હરખજીભાઇ રાજકોટીયા સાથે મળી યુવકને જેમ-ફાવે તેમ ગાળો આપી ઢીંકા-પાટુનો મુંઢમાર મારી ડાબા હાથની ટચલી આંગળીની બાજુવાળી આંગળીમાં ફ્રેકચર કરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.









