હળવદમાં હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી ચલાવી આગળ જય રહેલ મોટરસાઈકલને હડફેટે લેતા મોટરસાઈકલ ચાલક યુવકનુ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે પાછળ બેસેલ યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે આરોપી સ્થળ પરથી વાહન લઈ ફરાર થઇ જતા સમગ્ર મામલે મૃતકનાં ભાઈએ આરોપી વિરુધ્ધ ઇ.પી.કો.કલમ ૨૭૯ ૩૩૭ ૩૩૮ ૩૦૪અ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭ ૧૮૪ ૧૩૪ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં જુની શિરોઇ ગામે રહેતા રાઠોડભાઇ બચુભાઇ પંચાસરાનો ભાઈ તથા દીકરો પોતાની જીજે ૧૩ એએ ૬૧૧૭ નંબરની મોટરસાઈકલ લઈ નવા શીરોઇ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સ્મસાન સામે રોડ પર નાલા પાસે ટ્રેક્ટર ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇપૂર્વક મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે બેદરકારીથી પોતાનું ટ્રેક્ટર ચલાવી આવી તેમની મોટરસાઈકલ સાથે ભટકાડતા મોટરસાઈકલની પાછળની સીટમા બેસેલ ફરીયાદીના દિકરાને પગ તથા માથાના ભાગે ગંભીર ઇજા તથા ફરીયાદીના ભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરિયાદીના ભાઈને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જો કે, આરોપી અકસ્માત સર્જી ફરાર થઇ જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતાના ટ્રેક્ટર સાથે ટ્રોલી જોડેલ હતી અને તે ટ્રોલીમા ટાઇલ્સ ભરેલ હતી તે ટ્રોલીમા પાછળના ભાગે બે રજી નંબર લખેલ હતા જેમા ડાબી બાજુ લખેલ જીજે ૧૩ ડબલ્યુ ૫૬૩૮ તથા જમણી બાજુ જીજે ૧૩ એનએન ૦૩૩૯ નંબર લખેલ હતા.