હમેશા સેવામાં અગ્રેસર સેવા પરમો ધર્મ ના સુત્રને સાથૅક કરતું ગ્રુપ એટલે છોટા કાશી હળવદ ગ્રુપ દ્વારા ૩૫ હજાર ફૂલસ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હળવદ ના સરા નાકા ખાતે છોટાકાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા 35,000 નંગ ગુણવત્તા સભર ફુલસ્કેપ ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવ્યું હતું આ ચોપડા મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારના બાળકો અભ્યાસ માટે ઉપયોગ માં લઇ શકસે તેઓ પોતાના અભ્યાસ કાર્ય માં તેનો સદુપયોગ કરી શકશે અત્રે ઉલ્લેખનીય છે કે આ ચોપડા ની બજાર કિંમત આશરે 600 રૂપિયાના ડઝન છે ત્યારે છોટાકાશી સેવા ગ્રુપ દ્વારા આ ચોપડા ફક્ત 320 રૂપિયામાં ડઝન રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું જેનો હળવદ ના અઢારે વરણ ના લોકો એ લાભ લીધો હતો આમ રાહત દરે 35,000 ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સિહોરા , શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાદાભાઈ ડાંગર ,બજરંગ દળ ના પ્રદેશ પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર તથા સામાજિક સંસ્થાઓ, રાજકિય આગેવાનો ધાર્મિક સંસ્થાઓના આગેવાન, તથા આ કાર્યમાં દાતા તરીકે સહયોગ આપેલ બનેલ અમારા દાતાશ્રીઓ અને આ તમામ દાતાશ્રી ના ખાસ સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યો હતો ..ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી આ સેવાકીય પ્રવૃત્તિની હળવદ માં ચારો તરફથી પ્રશંસા થઈ રહી છે
આ કાર્યક્રમને સફળ બનાવવા છોટાકાશી હળવદ સેવા ગ્રુપના તમામ સેવાભાવી યુવાનોએ આ કાળજાળ ગરબીમાં પોતાના શરીરની ચિંતા કર્યા વગર ભારે જેહેમત ઉઠાવી હતી.