હળવદના દવે દંપતીએ વૃક્ષા રોપણ કરી લગ્ન તિથિની કરી ઉજવણીહળવદ પંથકમાં વૃક્ષો વાવી દવે દંપતિએ લગ્ન તિથિની આદર્શ ઉજવણી કરી છે. પ્રકૃતિના સંવર્ધન અર્થે હળવદના સામાજિક કાર્યકર્તા તપન દવેએ ૧૨ વૃક્ષો વાવી ૧૨ મી લગ્ન વર્ષગાંઠ ઉજવણી કરી છે. પ્રકૃતિના ખોળે વૃક્ષારોપણથી ઉજવણી કરી વૃક્ષોના જતન માટે પ્રતિબદ્ધ બની અન્યને નવી રાહ બતાવી છે..
હળવદના સામાજિક કાર્યકર્તા તપન દવેએ ૧૨ મી લગ્નતિથિ નિમિતે ૧૨ વૃક્ષો વાવી પ્રકૃતિ દેવતાની પૂજા કરી લગ્નદિવસની અનોખીઉજવણી કરી છે. હાલ સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે જજુમી રહ્યું છે. જેની ભયાનક અસરો આપને સૌ જોઈ રહ્યા છીએ ત્યારે કાળજાળ ઉનાળામાં ગરમી ૪૫ ડિગ્રીને પાર કરી ગઈ છે અને માણસો અસહ્ય ગરમીના કારણે હાહાકાર પોકારી ઉઠયા છે. ત્યારે આ સમયે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય તે જ વર્તમાન સમયની માંગ છે. ત્યારે હળવદના સેવાભાવી યુવાન-ગૌસેવક અને મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી ચિ.તપન અને ચિ. વંદના એ પોતાના લગ્ન જીવન ના ૧૧ વર્ષ પૂર્ણ કરી ૧૨ માં વર્ષ માં મંગલ પ્રવેશ નિમિત્તે ૧૨ દેશી કુળના વૃક્ષો જેમાં પીપળો, ઉંબરો, રાયણ, અર્જુનસાદડ, જાંબુડો જેવા વૃક્ષોના છોડ વાવ્યા એટલું જ નહિ તે વાવીને મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરવા માટે પણ દવે દંપતિ કટિબદ્ધ બન્યા છે. કોરોના જેવા કપરા કાળમાં વૃક્ષોની શું જરૂરિયાત છે આપણે સૌ અનુભવી હતી. ત્યારે આપણે સૌ આવનારી પેઢી માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ. પ્રકૃતિની જાળવણી માટે વધુ માં વધુ વૃક્ષારોપણ થાય લોકો જન્મ તિથિ, લગ્ન તિથિ, સ્વજનોની મરણ તિથિ નિમિત્તે પશ્ચિમી સંસ્કૃતિ સાથેની બીજી ખોટી ઉજવણીઓને ટાળી કુદરતના સંવર્ધન માટે વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓ કરીને પ્રકૃતિનું જતન કરે તે આજના સમયની માંગ છે.