મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા “પોકેટકોપ મોબાઇલ એપ્લીકેશનની મદદથી મોટરસાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોર મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે માળીયા ફાટક ચાર રસ્તા ખાતે વાહન ચેકીંગમા હોય દરમ્યાન માળીયા બાજુથી સર્વીસ રોડ ઉપર એક શંકાસ્પદ મોટરસાઈકલ નંબર પ્લેટ વગર આવતા જેને અટકાવી મોટર સાયકલના કાગળો માંગતા પોતાની પાસે નહી હોવાનુ જણાવતા હોય જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા પોકેટ કોપ મોબાઇલ એપ્લીકેશનમાં સદરહુ મોટરસાઈકલના એન્જીન ચેચીસ નં. સર્ચ કરી જોતા મોટરસાઈકલ આષીશભાઇ રામજીભાઇ કામાણી (રહે-ગોંડલ રોડ રાજકોટ)ના નામનુ બતાવતુ હોય જે મોટર સાયકલ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીમા ગયેલ હોવાનું જણાઈ આવેલ હોય જેથી સદરહુ મોટરસાઈકલ કબ્જે કરી મોટર સાયકલ સાથે મળી આવેલ ઇસમ મહેશભાઇ ઉર્ફે છોટુ દીપકભાઇ દેલવાડીયા (રહે- લીલાપર રોડ રામાપીરના મંદીર પાસે મોરબી હાલ રહે-પાડાપુલ નીચે મોરબી) વિરુધ્ધ કાયદેશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે