આજરોજ લોકસભા 2019 નું પરિણામ સામે આવ્યું છે જેમાં ગુજરાતની અંદર 26 બેઠકમાંથી 25 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે. તેમાં ભારતના પશ્ચિમ છેડે આવીલી લોકસભા બેઠક કચ્છની વાત કરીએ તો અહીંના પરિણામ સામે આવ્યા છે. જ્યા ફરી વિનોદ ચાવડા જીતની હેટ્રિક મારી છે.
કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થતા તેમણે જણાવ્યું હતું કે જનતાએ ત્રીજી વખત મને જીતાડ્યો છે તેથી તેમનો હું આભાર માનું છું. આ બેઠક ખૂબ જ વિશષતા ધરાવે છે. કચ્છનો ઇતિહાસ છેક પ્રાગૈતિહાસિક કાળ સુધી મળી આવે છે. ત્યારે આજે કચ્છ લોકસભા ચૂંટણીને પરિણામો સામે આવી ગયા છે. જેમાં વિનોદ ચાવડા કચ્છ બેઠક પર મજબૂત પક્કડ ધરાવે છે. તેઓ વ્યવસાયે એડવોકેટ છે. તેઓ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના નરેશ મહેશ્વરીની સામે 3 લાખ જેટલી લીડથી ચૂંટણી જીત્યા હતા. તેઓ અગાઉ કચ્છ જીલ્લા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન તરીકે તેઓ રહ્યા હતા. તેઓ મૂળ નખત્રાણા તાલુકાનાા સુખપરના છે. એ અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. કચ્છ લોકસભા બેઠકમાં કુલ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર અને મોરબી વિધાનસભા બેઠક આવે છે. વિનોદ ચાવડા સામે કોંગ્રેસે નિતેષ લાલણ ઉમેદવાર તરીકે ઉભાં રાખ્યા હતાં. નિતેષ લાલણના યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમજ તેમની યુવાઓમાં સારી પક્કડ અને ગાંધીધામમાં શિપિંગનો વ્યવસાય છે તેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યાં છે. અને વિનોદ ચાવડાએ તેમને હરાવી જીતની હેટ્રિક મારી છે. કચ્છ લોકસભા બેઠક પર મતદાનની વાત કરીએ તો 58.26 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં અબડાસામાં 58.28 ટકા, માંડવીમાં 62.59 ટકા, ભૂજમાં 57.13 ટકા, અંજારમાં 59.62 ટકા જ્યારે ગાંધીધામમાં 49.38 ટકા, રાપરમાં 48.20 અમે મોરબીમાં 58.26 ટકા મતદાન નોંધાયું હતુ. જેમાં ભાજપના વિનોદ ચાવડાની 2,68,782 મતના માર્જીન થી વિજેતા થયા છે.