મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ ના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ તા.૭-૬-૨૦૨૪ શુક્રવારથી શરૂ કરવામાં આવશે. શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ કરવામાં આવશે.
શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭-૬-૨૦૨૪ શુક્રવારથી તા.૯-૬-૨૦૨૪ રવિવાર સુધી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી – સુધારાવાડી શેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૪ની માર્કશીટની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ ૨૦૨૪ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમમાં જે.ડી.મીરાણી (એડવોકેટ),નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, કલ્પેશભાઈ પુજારા (Edu-bliss career institute), રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી.પોપટ પરિવાર, સ્વ. ચુનીલાલ કાલીદાસ કાથરાણી પરિવાર, પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (મામા દલાલ)પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર,મહેન્દ્રભાઈ રામજીભાઈ બારા પરિવાર, ભોગીલાલ ધનજીભાઈ બુધ્ધદેવ (હ.વિરલભાઈ બુધ્ધદેવ),સ્વ. હરીલાલ મનહરલાલ રવાણી (હ.રીટાબેન મનહરલાલ રવાણી) પરિવાર તરફથી સહયોગ આપવામાં આવ્યો છે તેમ શ્રી લોહાણા મહાજન મોરબીના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી,નિર્મિત કક્કડ- પ્રમુખ લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી અને નરેન્દ્રભાઈ રાચ્છ-મંત્રી લોહાણા મહાજન-મોરબીની યાદીમાં જણાવ્યું છે.