Monday, November 25, 2024
HomeGujaratઅવતરણ દિવસની અનોખી ઉજવણી : ટંકારાના ડોક્ટર દ્વારા માનવ સેવા આશ્રમ લજાઈ...

અવતરણ દિવસની અનોખી ઉજવણી : ટંકારાના ડોક્ટર દ્વારા માનવ સેવા આશ્રમ લજાઈ ખાતે મેડિકલ કેમ્પનું કરાયું આયોજન

ટંકારા દર્દીના હમદર્દ બની અનેક લોકોને જીવનના દિપક પ્રજ્વલિત રાખવા પરીશ્રમ કરનાર ડો. ચિખલિયા સાહેબના પુત્ર એમ.ડી ડો.દિપ ચિખલિયા દ્વારા અવતરણ દિવસની માનવ સેવા આશ્રમ લજાઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને માનવ મંદિર દરેક દર્દીને કાયમી વિનામુલ્યે સારવાર કરવા વચન આપ્યું હતું.

- Advertisement -
- Advertisement -

ડો. ચિખલિયા સાહેબના પુત્ર એમ.ડી ડો.દિપ ચિખલિયાનો આજે જન્મ દિવસ હતો અને કાયમી સેવાના દાતા તરીકે રહેલા ચિખલિયા પરીવારે આ ઉજવણી લજાઈ સ્થિત માનવ સેવા મંદિર ખાતે ફિ મેડિકલ કેમ્પ કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બિપી સુગર ઈસિજી તથા જરૂરીયાત મુજબ દવા વિતરણ કરી હતી. બાદમાં બપોર ટાકણે તમામને ભાવતા ભોજનિયા કરાવી અનોખી ઉજવણી કરી હતી. ઉપરાંત ડો. દંપતી દિપ ચિખલિયા અને ડો. પ્રિયાંશી કાનાણી જે ધડિયા લગ્ન કરી વૈભવિ ખર્ચ બચત સેવાભાવી સંસ્થાને દાન કરી એ જ પ્રમાણે આજે જન્મ દિવસ ઉજવી આ સંસ્થા માટે કાયમી મંદિરના સભ્યો માટે વિના મૂલ્યે સારવાર કરવાની જાહેરાત કરી હતી. ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રના રિટાયર્ડ મેડિકલ અધિક્ષક વાસુદેવ બેચરભાઈ ચિખલિયા જે મોરબી જીલ્લામાં માસ્ટર બ્લાસ્ટર મેડિકલ દુનિયામાં આગવું અને અનોખુ સ્થાન ધરાવે છે. એમના ચિ. પુત્ર દિપએ લોકોની સેવા અને સંસ્થા પ્રત્યે કુણી લાગણી રાખવાની પરંપરા આગળ ધપાવી છે ત્યારે મોટા મિત્ર વર્તુળ તથા શુભચિંતકો દર્દીઓ દ્વારા આજે તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવવામાં આવી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!