હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં આવેલ વાડી-ખેતરમાં શ્રમિક પરિવારના ૭ વર્ષીય બાળકને કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને ઝેરી અસરના કારણે તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં ડોક્ટરે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
હળવદના સાપકડા ગામે સુરેશગીરી મનહરગીરીની વાડીએ મધ્યપ્રદેશ રાજ્યના ગુના થાણા બજરંગ ગઢના વતની અમરભાઇ ચેતનભાઈ કાંડરા પોતાના પરિવાર સાથે ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ગત તા. ૦૪/૦૬ના રોજ સાંજના સુમારે અમરભાઈનો ૭ વર્ષીય પુત્ર સુમિતભાઇ અમરભાઇ ચેતનભાઇ કાંડરા વળી ખેતરમાં રમતો હોય ત્યારે કોઈ ઝેરી જીવજંતુ તેને કરડી જતા જેથી તેને તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવતા જ્યાં ફરજ પરના ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોત રજી.કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.