હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બ્રાહ્મણી ત્રણ નંબરની પેટા કેનાલ આવેલી છે. જે કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.અને તે વચ્ચે હવે કેનાલ પર ગેરકાયદેસર બાંધકામ શરૂ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ કેનાલ પર ખાનગી બિલ્ડરો દ્વારા આવા જવા માટે નાલું બનાવીને ગેર કાયદેસર રસ્તા બનાવવામાં આવી રહ્યો છે તેવી ફરિયાદ ઉઠી રહી છે, કોઈપણ જાતની મંજૂરી વગર કેનાલ પર બાંધકામ શરૂ કરાતા આજુબાજુના રહીશો અને ખેડૂતોમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ મોરબી માળિયા ચોકડી પાસે બ્રાહ્મણી ત્રણ નંબરની પેટા કેનાલ આવેલી છે. જે કેનાલ સાફ સફાઈ કરવાની ખેડૂતો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રજૂઆત કરવામાં આવે છે. તેં વચ્ચે હવે બ્રાહ્મણી ત્રણ નંબરની પેટા કેનાલ પર ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવી રહયું છે, ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે ખાનગી બિલ્ડરોને આવા જવા માટે રસ્તો મળી રહે તે માટે કેનાલ પર નાલું બનાવવામાં આવી રહ્યું છે. જે બાબતે બ્રાહ્મણી સિંચાઈ યોજનાની કચેરીમાં અને નર્મદા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા બંને વિભાગ દ્વારા એક બીજા પર ખો નાખી અમારા વિભાગમાં આવતું નથી તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સ્થળ તપાસ કરતા ભુમાફિયાંઓએ જણાવ્યું હતું કે અમારે અધિકારીઓ સાથે સેટલમેન્ટ થઈ ગયું છે. જો ભૂમાફિયા સેટિંગ થઈ ગયાનો દાવો કરતા હોય તો ખરી હકીકત શું છે તે તપાસનો વિષય છે. તેમજ ખેડૂતોમાં પણ શું તંત્ર દ્વારા આ કેનાલ પર થતું બાંધકામ અટકાવવામાં આવશે તેવું ચર્ચાઇ રહ્યું છે. હાલ તો હળવદ બ્રાહ્મણી પેટા કેનાલ ત્રણ પર ભુમાફીઓ દ્વારા ગેરકાયદેસરનો બાંધકામ ખુલેઆમ ચાલી રહ્યું છે છતાં પણ તંત્ર નિંદ્રાદિન અવસ્થામાં મુકપેક્ષ બનીને જોઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો અને સ્થાનિક લોકોએ રોષ પૂર્ણ મૌખિક રજુઆત કરતા અંતે બ્રાહ્મણી સિંચાઈના અધિકારીઓએ સ્થળ તપાસ કરી નર્મદા વિભાગના અધિકારીઓને રિપોર્ટ લેખિતમાં રજૂ કર્યો છે. ત્યારે હવે જોવું રહેશે કે એક બીજાને ખો આપતા બંને વિભાગના અધિકારીઓ ગેર કાયદેસર ચાલતા બાંધકામ સામે શું પગલા ભરે છે. તે હવે જોવું રહ્યું.