Tuesday, November 26, 2024
HomeGujaratઈ-મેમો ભરવાનો બાકી છે ? તો ચેતી જજો : મોરબીમાં ઇ-મેમો ભરવા...

ઈ-મેમો ભરવાનો બાકી છે ? તો ચેતી જજો : મોરબીમાં ઇ-મેમો ભરવા માટે લોક અદાલત યોજાશે

ગુજરાત ટ્રાફિક પોલીસ વિભાગ હવે ઈ-મેમો ન ભરનાર વાહનચાલકો પર લાલ આંખ કરી છે. આ માટે હવે કાયદેસરના પગલા લેવાનું નક્કી કરાયું છે. મોરબીમાં આગામી તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ ઇ-મેમો ભરવા માટે લોક અદાલત યોજાશે

- Advertisement -
- Advertisement -

મોરબીમાં આગામી તા.૨૨/૦૬/૨૦૨૪ ના રોજ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબી દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ તથા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ (નાલ્સા, સુપ્રિમ કોર્ટ), દિલ્હીના નેજા હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. જેથી ટ્રાફીક ચલણની રકમ આગામી તા.૨૨/૦૬/૨૦૨૪ સુધીમાં અથવા તે પહેલાં ભરી દેવા લોકોને સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈ જો લોકોનો ઈ-મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ પોલીસ અધિક્ષકની કચેરી, મોરબી જીલ્લા સેવા સદન કેમ્પસ, સો-ઓરડી સામે, મોરબી, શનાળા પોલીસ ચોકી, ઉપરના માળે, છોટાલાલ પેટ્રોલ પંપની બાજુમાં, શનાળા રોડ મોરબી-૧, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન, હળવદ પોલીસ સ્ટેશન, ટંકારા પોલીસ સ્ટેશન, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન તથા બીજો માળ, જીલ્લા કાનૂની સેવા સતા મંડળ, ડિસ્ટ્રીક કોર્ટ, મોરબી (ફકત લોક અદાલત તા.૨૨/૦૬/૨૦૨૪ ના દિવસે જ ભરી શકાશે.) ખાતે જઈ ભરી શકાશે. તેમજ ઓનલાઇન ઇ મેમો ચેક કરવા અને ભરવા માટે પ્લે સ્ટોર પરથી VISWAS નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા https://echallaripayment.Gujarat.gov.in લિંક પરથી ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકો છો. ઇ-મેમો બાબતે કોઇ પ્રશ્ન હોય તો ટેલીફોન નં.-૦૨૮૨૨-૨૪૨૬૨૫ અથવા ઇ-મેઈલ ccc-morbi Gujaratirovan પર સંપર્ક કરી શકો છો. તેમ મોરબી જિલ્લા પોલીસ દ્વારા પ્રજાને જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!