હળવદમાં સરા ચોકડીએ બે રીક્ષા ચાલકો વચ્ચે ઓછા ભાડે પેસેન્જરને બેસાડવા બાબતે બબાલ થઇ હોય જેનો ખાર રાખી રીક્ષા ચાલકે અન્ય બે ઈસમો સાથે મળી અન્ય રીક્ષા ચાલક પ્રૌઢને ગાલ ઉપર ઝાપટ મારી પતાવી દેવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા ધીરૂભાઇ દેવશીભાઇ શિહોરા ઉવ.૫૭ એ હળવદ પોલીસ મથકમાં આરોપી વિપુલભાઇ શકુભાઇ મેવાડા, મુનાભાઇ દિલીપભાઇ રાજપરા તથા મુકેશભાઇ ચંદુભાઇ મકવાણા રહે બધા-હળવદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આ રાત્રીના સમયે રીક્ષાના ફેરા કરતા આરોપી વિપુલભાઈ તથા આરોપી મુન્નાભાઈએ ૬૦૦ રૂપીયા પેસેન્જરો પાસે ભાડુ નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં નહી બેસતા થોડીવાર પછી ફરીયાદી ધીરુભાઈ આવીને ૪૦૦ રૂપીયા ભાડુ નક્કી કરતા પેસેન્જરો તેમની રીક્ષામાં બેસી જતા બંને આરોપીઓને સારૂ નહી લાગતા બંને આરોપીઓએ ધીરુભાઈને અપશબ્દો આપી પતાવી દેવાની ધમકી આપી તેમજ આરોપી વિપુલભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ ધીરુભાઈને ગાલે લાફો મારી મુંઢ ઇજા કરી અને આ દરમિયાન આરોપી મુકેધભાઈને બોલાવી લાવે ત્યારે આરોપી મુકેશ દ્વારા ધીરુભાઈને અપશબ્દો આપીને રીક્ષામાંથી ધોકા કાઢી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે ધીરુભાઈ દ્વારા ત્રણેય આરોપીઓ સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.