લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા પાંચ જૂન પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે બહેનો માટ વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાની ઓપન હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારના સમય પ્રમાણે પર્યાવરણની જાળવણી અને સુરક્ષા કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. જે બાબત ધ્યાનમાં રાખીને આ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા બહેનોને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવશે.
લાયોનેસ ક્લબ ઓફ ભારત મોરબી દ્વારા બહેનો માટે ઓપનવેસ્ટ માંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો ઘરેથી જ પોતાની વસ્તુ લાવીને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવશે. તેમજ હરીફાઈમાં ભાગ લેવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ. તેમજ વિજેતા બનેલ બહેનને ઈનામ આપી સન્માનિત કરવામાં આવશે.જેના માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવાના હોવાથી મોરબીના દરેક બહેનોએ ઝડપથી પોતાના નામ નોંધાવી લેવાના રહેશે. જે સ્પર્ધા મોરબીના શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડ છોટા લાલ પેટ્રોલ વાળી શેરી એ કે કોમ્યુનિટી હોલ ખાતે તા. 10- 6-2024 ને સોમવારના રોજ બપોરે 4:00 થી 6:00 દરમિયાન આયોજન કરાયું છે. જેના રજીસ્ટર માટે મયુરીબેન કોટેચા મો. 9275951954, પ્રીતિબેન દેસાઈ મો. 9328970499, મનીષાબેન ગણાત્રા મો. 8238282420 અને હીનાબેન પંડ્યા મો. 9978928999 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.