મોરબી તાલુકાની હોટલમાંથી ઝડપાયેલ અફીણના જથ્થાનાં મામલે કોર્ટે ચુકાદો આપ્યો છે.કોર્ટ દ્વારા પુરાવાઓ અને વકીલોની દલીલોને ધ્યાને લઈ આરોપીને નિર્દોષ જાહેર કરી તેને છોડી મુકવા આદેશ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની હદમાં આવતી એક હોટલમાં રેઈડ કરી પ્રભુલાલ હજારીલાલ પાટીદાર (રહે. રણીયાણા તા.મલાહારગઢ જી. મંડસોર મધ્યપ્રદેશ) નામના શખ્સને તેની હોટલમાં ગેરકાયદેસર રીતે રાખેલ રૂ. ૫૩૦૭૦/-ની કિંમતનાં ૨૬૫૩.૫ ગ્રામ અફીણનાં મુદામાલ સાથે એનડીપીએસ એકટ ૧૯૯૫ ની કલમ ૮ (સી), ૧૮ (બી) મુજબ પકડી પાડ્યો હતો. ત્યારબાદ તપાસ પુર્ણ કરી નામદાર અદાલતમાં ચાર્જશીટ દાખલ કરતા આ કેસ એનડીપીએસ કેશ નં. ૧/૨૦૨૦ થી મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબ મોરબીના આર.જી.દેવઘરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.જે કેસમાં આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારના તરફે વકીલ તરીકે મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) તથા કુ. મેનાઝ એ. પરમાર (એડવોકેટ) રોકાયેલા હતા. જયારે બચાવ પક્ષના વકીલની દલીલો માન્ય રાખી આરોપી પ્રભુલાલ હજારીલાલ પાટીદારને મોરબી જીલ્લાના સ્પે. જજ (એન. ડી. પી. એસ) તથા સેશન્સ જજ સાહેબ મોરબીના આર.જી. દેવધરા સાહેબની કોર્ટમાં આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે.