સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઇન્ટર ડીસ્ટ્રિક અંડર 16 ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોમનાથ અને મોરબી અંડર 16 ક્રિકેટ ટીમ વચ્ચે લીગ મેચ રમાઇ હતી. જેમાં મોરબી ટીમ દ્વારા ખૂબ સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જેમાં ધ્યેય ગઢિયાની સેન્ચૂરી અને દેવ પરમાર અને આર્યન પટેલની 4-4 વિકેટે ખૂબ તરખાટ મચાવી મોરબીની સ્થિતિ મેચમાં મજબૂત કરી દીધી હતી. જે પરફોર્મન્સની ખૂબ સરાહના કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઇન્ટર ડીસ્ટ્રિક અંડર 16 ક્રિકેટ ટુર્નામેન્ટ 2024-25 નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ગીર સોમનાથ અને મોરબી અંડર 16 ક્રિકેટ ટીમ વચ્ચે લીગ મેચ રમાઇ હતી.જેમાં મોરબી ટીમ દ્વારા ખૂબ સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ અંડર 16 ના કેપ્ટન આયુષે ટોસ જીતી પ્રથમ બેટિંગ નો નિર્ણય કર્યો હતો.જેમાં પ્રથમ ઈનિંગ માં ગીર સોમનાથ ડીસ્ટ્રિક ટીમે 112 રન કર્યા હતા.જ્યારે મોરબી ટીમ ના દેવ પરમાર અને આર્યન પટેલે 4-4 વિકેટ ઝડપી હતી.જ્યારે જેનિસ અંબાણી અને દેવ દેથરિયા એ 1-1 વિકેટ ઝડપી હતી. જે 112 રન સામે મોરબી અંડર 16 ની ટીમે 323 રન કર્યા હતા. જેમાં સેન્યુરી સાથે ધ્યેય ગઢીયાએ 118 રન, દર્શિત અંદર્પા અને દેવ થોરિયાએ નોટ આઉટ રહીને 51-51 રનની પારી રમી મોરબી ટીમને મજબુતી સાથે 323 રનના સ્કોરે પહોંચાડી દીધી હતી.બીજા દાવમાં ગીર સોમનાથ ની ટીમે 128 રનમાં બે વિકેટ ગુમાવી હતી. જે બાદ મેચ ડ્રો થયો હતો. જે ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીના ખેલાડીઓનું ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું હતું.જેમાં રાધે ભીમાણી,મૌલિક ચાવડા,ધ્યેય ગઢીયા,હિત બોપલિયા,દર્શિત અંદર્પા,વિરલ રંગપરિયા,વેદ ઠોરિયા, જૈનીશ અંબાણી,દેવ દેથરિયા, આર્યન પટેલ અને દેવ પરમાર સહિતના ખેલાડીઓ દ્વારા ખૂબ સારું પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું.