વાંકાનેર તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી છે. છેલ્લા બે દિવસથી દીપડાના આંટા ફેરા જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દિપડાના આંટાફેરાની વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવ્યું છે.
વાંકાનેરના હોલમઢ અને જાલસીકા ગામમાં બે દિવસથી દીપડો દેખાતો હોવાની ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા છે. જેને પગલે વન વિભાગની ટીમેં સ્થળની મુલાકાત લઈને જાલસીકા ગામમાં ગૌશાળા નજીક દીપડાને પકડવા માટે પાંજરું મૂક્યું છે. જે મામલે વન વિભાગના અધિકારી પ્રતિક નારોડીયાએ જણાવ્યું હતું કે ફરીથી આ પંથકમાં બે દિવસથી દીપડાના આંટા ફેરા વધ્યા છે જેને કારણે ગ્રામ્ય લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ગ્રામજનોની રજૂઆતને પગલે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરવા માટની કામગીરી હાથ ધરવામાં આવી છે.