Tuesday, November 26, 2024
HomeGujaratનવલખીમાં શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવી ઈન્ડોનેશિયન કોલસો ચોરી કરવાનો નિષ્ફળ...

નવલખીમાં શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવી ઈન્ડોનેશિયન કોલસો ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ,બે ટ્રક મૂકી ચાલકો ફરાર

નવલખી બંદરે ઈન્ડોનેશિયન કોલસાનું લોડિંગ-અનલોડીંગનું કામ સાંભળતી શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ, વે બ્રીઝની સ્લીપ જેવા કોમ્પ્યુટરરાઇઝ દસ્તાવેજી પુરાવા બનાવી તેનો અસલ તરીકે ઉપયોગ કરી બે ટ્રકમાં ૮૦ ટન કોલસો ભરી લીધા બાદ સમગ્ર બનાવ બાબતે શિપિંગ કંપનીના સ્ટાફને લોડિંગ થયેલ ટ્રકની ગણતરીમાં બે ટ્રક વધારાના ભરાઈ ગયા હોવાનું સામે આવતા જે અંગે ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર બનાવટી લોડિંગ સ્લીપનું કૌભાંડનો પર્દાફાશ થયો હતો. સમગ્ર તપાસની ગંધ ટ્રક ચાલકોને આવી જતા કોલસાથી ભરેલ ટ્રક મૂકી બંને ટ્રકના ચાલકો સ્થળ ઉપરથી નાસી ગયા હતા. ત્યારે શિપિંગ કંપની દ્વારા બંને ટ્રકના ચાલકો, ટ્રક માલિક તથા સમગ્ર બનાવટી દસ્તાવેજી પુરાવા બનાવનાર તથા તપાસમાં જેના નામ ખુલ્લે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

કોલસા ચોરીના કૌભાંડની મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લાના નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ઉદયભાઇ દામોદરભાઇ લાલ ઉવ.૫૦ રહે.હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ પાસે અક્ષર એપાર્ટમેન્ટ બ્લોક નં.૬૦૧ મુળરહે.જામ ખંભાળીયા નવા પરા શેરી નં-૫ જી.દેવભુમી દ્વારકા એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી. જીજે-૩૬-વી-૩૮૮૮ તથા જીજે-૩૬-ટી-૬૭૦૦ ના ચાલકો તથા બંને ટ્રકના માલીકો તેમજ શ્રીજી શિપિંગ કંપનીની બનાવટી લોડિંગ સ્લીપ બનાવનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે નવલખી બંદરે શ્રીજી શિપિંગ કંપની અલગ અલગ આયાત કરતી કંપની વતી બંદર દ્વારા ફાળવેલ પ્લોટમાં કોલસો ઉતારી જે તે કંપનીના આદેશ મુજબ શ્રીજી કંપનીની લોડિંગ સ્લીપ બનાવી તે કોલસો ટ્રકમાં લોડિંગ કરી આપવાની કામગીરી કરતા હોય તે દરમિયાન ગઈકાલ તા.૮/૦૬ના રોજ લોડિંગ પ્લોટમાં ઉપરોક્ત બંને ટ્રકોના ચાલકોએ શ્રીજી શિપિંગ કંપનીના બનાવટી સ્લીપ બતાવી બંને ટ્રકમાં ૪૦-૪૦ ટન ઈન્ડોનેશિયન કોલસો ભરાવી તાલપત્રી બાંધવા લાગ્યા હતા.

ત્યારે શ્રીજી કંપનીના મેનેજર દ્વારા રોજના નિયમ મુજબ કલોઝીંગ રિપોર્ટ તૈયાર કરતા ૧૮ ટ્રક પેન્ડીગ હોય આ દરમિયાન કંપનીના સિક્યુરિટીમેન ગઢવીભાઈએ અગાઉ જે બે ટ્રકમાં કોલસો ગયો હતો તે વિશે જાણ કરતા મેનેજર ઉદયભાઈએ તે અંગે તપાસ કરતા બંને ટ્રક જીજે-૩૬-વી-૩૮૮૮ તથા જીજે-૩૬-ટી-૬૭૦૦ શ્રીજી શિપિંગના બનાવટી લોગાવાળી કોમ્પ્યુટરરાઇઝ બોગસ સ્લીપથી બંને ટ્રકમા ચાર લાખની કિંમતનો કુલ ૮૦ મેટ્રિક ટન કોલસો ભરાયા હોવાનું સામે આવ્યું હતું. તપાસની પ્રક્રિયા દરમિયાન ઉપરોક્ત બંને ટ્રક તેમના ચાલકો દ્વારા રેઢા મૂકી નાસી ગયા હતા. ત્યારે હાલ બંને ટ્રકના ચાલક અને ટ્રક માલિક તેમજ નકલી બિલ્ટી બનાવનાર આરોપીઓ સામે માળિયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે છેતરપીંડી, વિશ્ર્વાસઘાત સહિતની આઇપીસી કલમ હેઠળ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!