ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની રજૂઆતને ધ્યાને લઇ સિંચાઈ માટે ૧૦ હજાર ક્યુસેક પાણી છોડવા રાજ્ય સરકારે મંજૂરી આપી
મોરબી:નર્મદા આધારીત કેનાલો પૈકી ધ્રાંગધ્રા બ્રાંચ, માળીયા બ્રાંચ, મોરબી બ્રાંચ કેનાલોમાં સમાવિષ્ટ વિસ્તાના ખુડુતો દ્વારા લેખીત તેમજ મૌખિક રજુઆતો કરી કે આગોતરા વાવેતરથી ઉપજ સારી આવી શકે જે માટે પાણીની વ્યવસ્થાની માંગણી કરતી રજૂઆતને આધારે ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને કરેલ રજૂઆતને મંજૂરીની મ્હોર આપી છે જે બદલ ધારાસભ્ય તથા ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયાની પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી જીલ્લામાં નર્મદા આધારિત કેનલો પૈકી ધ્રાંગધ્રા બ્રાન્ય, માળીયા બ્રાન્ય, મોરબી બ્રાન્ય કેનાલોમાં સમાવિષ્ટ વિસ્તારના ખેડૂતોને આગોતરા વાવેતર માટે પાણી આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા સિંચાઇ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજૂઆત કરેલ હતી. આ રજૂઆત ને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નર્મદા કમાન્ડમાં સિંચાઇ માટે તા.૧૦ જૂનથી ૧૦,૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવા મંજૂરી આપેલ છે અને બે દિવસમાં પાણી વિતરણ કરવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણયનો ધારાસભ્ય દુર્લભજી દેથરીયા તથા ખેડુતો દ્વારા આવકારવામાં આવેલ અને મુખ્યમંત્રી તથા સિંચાઇ મંત્રી તેમજ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.