Monday, November 25, 2024
HomeGujaratમોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે રૂચિરભાઈ કારિયાની વરણી:નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ...

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે રૂચિરભાઈ કારિયાની વરણી:નવનિયુક્ત હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયાની નવનીયુક્તિ કરવામાં આવી છે. ત્યારે મોરબી ઇન્ડીયન લાયન્સ ક્લબના નવ નિયુક્ત તમામ હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબી શહેરના પ્રતિષ્ઠિત અગ્રણીઓ તેમજ પધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના વર્ષ ૨૦૨૪-૨૫ ના પ્રમુખસહિતના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો.ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે સન્માન સમારોહનું આયોજન કરાયું હતું.જેમાં મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા, ઉપપ્રમુખ પદે કિશોરભાઈ પીલાણા, અશોકભાઈ જોશી અને હસમુખ સોરીયા, સેક્રેટરી પદે કે.સી.મહેતા અને જોઇન્ટ સેક્રેટરી પદે જીતેન દોશીએ શપથ લીધા હતા. તેમજ તાત્કાલિક પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ દોશીએ આઇપીપી તરીકે તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર હર્ષદ ગામી, ઘનશ્યામ અધારા, હંસાબેન ઠાકર, ધિમંતભાઈ શેઠે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઈન્ડિયન લાયન્સ ક્લબના હિતેશભાઈ પંડ્યા, વાઈસ નેશનલ ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ વનરાજભાઈ ગરૈયા, કો-ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ ધીમંતભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા અને નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયાએ શપથ ગ્રહણ કરી પુરોહિત તરીકે શપથ લેવડાવ્યા હતા. આ તકે નવનિયુક્ત પ્રમુખ રૂચિરભાઈએ જણાવ્યું હતું કે, ક્લબના માધ્યમથી વધુને વધુ સેવાના કાર્ય કરી મોરબી પંથકમાં જે નામ ક્લબનું છે તેમાં વધારો કરી ગૌરવ અપાવીશું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયા, મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ વાળા તથા વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!