Monday, November 25, 2024
HomeGujaratટંકારા તાલુકા પંચાયતના સદસ્યએ PGVCL કર્મચારી સાથે હાથાપાઈ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત...

ટંકારા તાલુકા પંચાયતના સદસ્યએ PGVCL કર્મચારી સાથે હાથાપાઈ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મોરબી નાકા નજીક ટંકારા તાલુકા પંચાયતના સદસ્ય અને અન્ય એક અજાણ્યા શખ્સે ભેગા મળીને લાઈટ રીપેરીંગ કરતા PGVCL ના આસી-હેલ્પર સાથે માથાકૂટ કરી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

- Advertisement -
- Advertisement -

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા શહેરના સિટી ફિડરમાં તારીખ 12 જુનના બપોરના પોણા બારેક વાગ્યાના સુમારે ફરીયાદી મિથુનભાઈ રાઠોડ કર્મચારી પિજીવિસીએલ આસી હેલ્પર ટંકારા સાથી કર્મચારી સાથે મોરબી નાકા નજીક આવેલ સીટી ફિડરમાં ફોલ્ટ રીપેરીંગ કામ કરી રહ્યા હતા એવા ટાણે આરોપી નંબર 1 સલિમ હાસમભાઈ અબ્રાણી અને એક અજાણ્યો શખ્સ બાઇક પર આવી ફરિયાદીને લાઈટ જતી રહી છે અને આ તમારી કાયમની હેરાનગતિ છે એવુ કહી જેમ ફાવે તેમ ગાળો બોલતા ફરીએ ગાળો ન બોલવા અને ફયુઝ બદલી ગયો છે હમણા પાવર પુરવઠો શરૂ થઈ જશે નુ કહેતા આરોપી નંબર 1 ઉશ્કેરાઈ જઈ ફરીનો કોલર પકડી આરોપી નંબર 2 એ ઢીકાપાટુ નો માર મારી 200 એમ્પિયર નો ફયુઝ ઉપાડી વાસામા મારતા ઇજા પહોચાડી હતી. અને જ્ઞાતી પત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ 3(1)(r),3(1)(s),3(2)(va)તથા આઈ પી સી સેકશન 332,504,506(2),114 તથા જી પી એ 37(1),135 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળ્યું હતું કે ધાયલ થયેલ ફરીયાદીને હાથમાં દુખાવો થતો હોય પ્રાથમિક સારવાર માટે ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર અને વધુ સારવાર માટે મોરબી ખસેડયા હતાં બનાવ પગલે મોટી સંખ્યામાં પિજીવિસીએલ ના કર્મચારીઓ એકત્ર થઇ ગયા હતા અને હુમલો કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગણી કરી હતી આરોપી સલિમ અબ્રાણી ટંકારા તાલુકા પંચાયતમાં ટંકારા ટોળ બેઠક પરથી ભાજપ પેનલના ચુંટાયેલા સભ્ય છે. ત્યારે લાઈટ ફોલ્ટ બાબતે અધિકારીને ફરીયાદ કરવાને બદલે ફોલ્ટ રિપેરીંગ કરનાર હેલ્પર સાથે માથાકૂટ કરતા મામલો બિચક્યો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!