ટાઇલ્સના ૫૧ કન્ટેનર દુબઇ ખાતે મંગાવી તામિલનાડુની કારગો લોજિસ્ટિક કંપની સાથે કાવતરું રચી પેમેન્ટ ન ચુકવતા વેપારીએ ફરિયાદ નોંધાવી
મોરબીમાં ટાઈલ્સ ટ્રેડિંગનો વેપાર કરતા વેપારી પાસે દુબઈની પ્યોર સ્ટોન નામની ટ્રેડિંગ કંપનીએ ૫૧ કન્ટેનર ટાઇલ્સનો જથ્થો જેની કિ. ૨ કરોડ ૩૬ લાખ ૪૮ હજારનું પેમેન્ટ ન કરી મોરબીના વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. સમગ્ર છેતરપિંડીના આ કાવતરામાં તામિલનાડુની કારગો લોજિસ્ટિક કંપનીના મલિક પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. કે જેઓએ પોર્ટ ઉપરથી પોતે માલ મોકલનારના દસ્તાવેજી પુરાવા બનાવી પોર્ટ ઉપરથી માલ રિલીઝ કરાવી સમગ્ર ષડયંત્રને અંજામ આપ્યો હતો. હાલ વેપારી દ્વારા આરોપી દુબઈની પ્યોર સ્ટોન કંપનીના માલિક અને મેનેજર તથા તામિલનાડુ સ્થિત ગ્લોબલ કાર્ગો લોજીસ્ટીકના બે પાર્ટનર સહીત કુલ ચાર આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર મૂળ ગોરખીજડિયાના વતની હાલ લીલાપર કેનાલ રોડ ઉપર સ્વર્ગ વિહારના ફ્લેટ નં.૭૦૨માં રહેતા કપિલભાઇ કાંતિલાલ ગોરીયા ઉવ.૨૬ કે જેઓની ટાઇલ્સ ટ્રેડિંગની ઓફિસ મોરબી માળીયા ને.હા રોડ પર એમ્પાયર ૩૬માં આવેલ હોય ત્યારે કપિલભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્યોર સ્ટોન ફોર ફિક્સિંગ નામની ટાઇલ્સ ટ્રેડિંગ કંપનીના માલીક મહમદ દુદમક તથા કંપનીના ફાઇનાન્સ મેનેજર રમીઝ રહે બન્ને – અલ સલામ સ્ટ્રીટ, સી-૧૩, ઇસ્ટ ૯-૨, ૩જો માળ, અબુધાબી, દુબઇ(માલ મંગાવનાર ) તેમજ ગ્લોબલ કાર્ગો લોજિસ્ટિકના માલીક પ્રભાકરણ ગોપાલાસ્વામી અને રવી ચાંદની રહે- બન્ને – ઓલ્ડ નં -૮૯, ન્યુ નં- ૧૮૧, થાંબુ ચેટી સ્ટ્રીટ મનાડી, ચેન્નઇ -૬૦૦૦૧૧ તમીલનાડુ. (માલ મોકલનાર એજન્ટ) તથા તપાસમા ખુલે તે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી પ્યોર સ્ટોન ફોર ફિક્સિંગ કંપનીના માલીક મહમદ દુદમક તથા ફાઇનાન્સ મેનેજર રમીઝ કપિલભાઈ પાસે ૫૧ કંટેનર સીરામીક ટાઇલ્સ કિ.રૂ. ૨,૩૬,૪૮,૮૦૫/- જેટલી રકમનો માલ બુક કરાવી આરોપી એજન્ટ ગ્લોબલ કાર્ગો લોજીસ્ટીકના માલીક ગોપાલાસ્વામી પ્રભાકરણ તથા રવી ચાંદની સાથે કાવતરૂ રચી મુંદ્રા પોર્ટથી દુબઇ ખાતે મંગાવી લઇ કપિલભાઈની મંજુરી વગર ગ્લોબલ કાર્ગો લોજિસ્ટિક માલ આપનાર તરીકે તેમજ માલ ખરીદનાર તરીકે પ્યોર સ્ટોન કંપનીને બતાવી કપિલભાઈની મંજુરી વગર માસ્ટર બિલ ઓફ લેડિંગ સરેન્ડર નહી કરવાનુ જણાવેલ હોવા છતા પોર્ટ ઓર્થોરીટીને માલ રીલીઝ કરવા અંગે કોઇ વાંધો ન હોઇ તેવા દસ્તાવેજોમા સહી સીક્કા કરી પોતે MTO ના તથા સીપીંગના નિયમોનુ ઉલંઘન કરી કાવતરૂ રચી બધોજ માલ દુબઇની પોર્ટ પરથી એકબીજાની મદદથી સગેવગે કરી ફરીયાદીના નાણા નહી ચુકવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ બી ડિવિઝન પોલીસે નમજોગ આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.