Friday, January 10, 2025
HomeGujaratમોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપના સભ્યોએ રક્તદાન કરી વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરી

બારેમાસ “લોહી માં છે માનવતા”ની મુહિમને પગલે ઇમરજન્સી દર્દીઓને રક્તદાન કરીને આ ઇમરજન્સી દર્દીઓને અપાતું નવ જીવન

- Advertisement -
- Advertisement -

મોરબી : મોરબીમાં આદર્શ નાગરિક તરીકે અને એક દેશના સાચા દેશભક્ત બનવાની પ્રેરણા આપી અનેક વિધ સેવાકીય, સામાજિક પ્રવૃત્તિઓ કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાનની જરૂરિયાત સમજીને બારેમાસ ઇમરજન્સી દર્દીઓ માટે ખડેપગે રહી રક્તદાન કરીને નવજીવન આપવામાં આવે છે. ત્યારે આજે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રક્તદાન કરીને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

મોરબીમાં સેવાકીય, સામાજિક, શૈક્ષણિક, સર્વધર્મ સંમભાવ પ્રવૃત્તિઓ થકી દેશભાવના જગાવતા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વર્ષ દરમ્યાન 200થી વધુ સેવાકીય સાહિતની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની વચ્ચે આ પ્રવૃત્તિઓમાની એક રક્તદાન મુહિમ એટલે “લોહી માં છે માનવતા” આ મુહિમ અંતર્ગત ૩૬૫ દિવસ અને 24 x 7 દરમિયાન કોઈના આકસ્મિક સમયે જો લોહીની જરૂરિયાત ઉભી થાય તો એ જરૂરિયાત યંગ ઇન્ડિયા ગ્રૂપ પોતાના સભ્યો તેમજ પોતાની સાથે સંકળાયેલ સેવાભાવી લોકોની મદદથી પુરી કરે છે.આ અંગે યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, વર્ષોથી આ રક્તદાન એજ મહાદન અને એ પણ અણીના સમયે એટલે ઇમરજન્સી દરમિયાન રક્તદાન કરીને લોકોની મહામૂલી જિંદગી બચાવવામાં આવે છે. તેમના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આકરવામાં આવતું આ મોટામાં મોટું સેવા કાર્ય છે. કારણ કે રક5ડેન એજ મહાદન છે. એનાથી મોટું કોઈ દાન હોઈ શકે જ નહીં. એટલે આ રક્તદાનની મુહિમ છેલ્લા 10 વર્ષ થ ચલાવવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં હજારો લોકોને તેમના આકસ્મિક સમયે તેમના ગ્રુપના સભ્યો તેમજ સાથી સેવાભાવી મિત્રોની મદદથી લોહી પૂરું પાડીને નવજીવન આપવામાં આવ્યું છે. ત્યારે આજના દિવસની વિશેષ ઉજવણી અનસંધાને યંગ ઇન્ડિયા ગ્રૂપના 18 સભ્યો દ્વારા રક્તદાન કરી અને લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી. સાથેસાથે યંગ ઇન્ડિયા ગ્રૂપની “લોહી માં છે માનવતા” મુહિમમાં જોડાવવા નીચેના નંબર નો સંપર્ક કરવો :
૮૦૦૦૮૨૭૫૭૭/ ૮૧૪૧૩૨૨૨૦૨ (દિલીપ દલસાણીયા)

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!