Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં પત્તા ટીચતા ત્રણ પકડાયા

વાંકાનેરના ભલગામના સ્મશાન પાસે જાહેરમાં પત્તા ટીચતા ત્રણ પકડાયા

વાંકાનેર તાલુકાના ભલગામમાં પૂર્વ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી ભલગામનાં સ્મશાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા ૧૧,૮૦૦/- સાથે ઝડપી લેવાયા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ મથકની સર્વેલન્સના પો.કોન્સ. વીજયભાઇ ડાંગર તથા સંજયસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના ભલગામ ગામના સ્મશાન પાસે દરોડો પાડતા જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા જયરાજભાઇ વલકુભાઇ ખાચર ઉવ.૩૫ રહે.ભલગામ તા.વાંકાનેર, ભાવેશભાઇ આપાભાઇ જળુ ઉવ.૩૦ રહે.ભલગામ તા.વાંકાનેર, શંભુભાઇ દેસુરભાઇ ગલચર ઉવ.૩૭ રહે હાલ-રાજકોટ મુળ ગામ-મેસરીયા તા.વાંકાનેર જી.મોરબીને ઝડપી લઈ જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૧,૮૦૦/- જપ્ત કરી ત્રણેય આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કબ્જે કરેલ મુદ્દામાલ

ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૧૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી મજકુર ઇસમો વિરુધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરાવેલ છે આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને જુગારધારા મુજબનો ગણનાપાત્ર કેસી શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ

(૧)

(૧) રોકડા રૂપીયા-૧૧,૮૦૦/-

(૨) ગંજીપત્તાના પાના નંગ-પર

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી

આ કામગીરીમાં એમ.જે.ધાંધલ I/C પો.સબ.ઇન્સ. તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જીતેન્દ્રકુમાર અધારા તથા ચમનભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરીશચન્દ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!