મોરબીના શનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડના અતિ જર્જરિત થયેલ ત્રણ માળીયા મકાનોને ડીસ્મેંન્ટલ કરી નવા બનાવવા હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ના સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા લેખિત રજૂઆતમાં જણાવ્યું કે મોરબી શહેર શનાળા રોડ ઉપર હાઉસિંગ બોર્ડના ત્રણ માળીયાના મકાનો આવેલ છે. આ મકાનો હાલમાં ખુબજ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં એક મકાનની છત પડવાનો બનાવ બનેલ છે. જે આ બાબતે વહેલાસર કોઈ ઠોસ પગલા નહિ લેવામાં આવે તો કોઈ મોટી દુર્ઘટના બનશે.
વધુમાં આ માટે સોથી પહેલા હાઉસિંગ બોર્ડમાં હાલમાં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરીને અન્ય જગ્યાએ રહેવા માંટેની સુવિધા કરવામાં આવે બાદમાં નવા મકાન બને તેમાં આ લોકોને જરૂરથી મકાન આપવામાં આવે તે વાત પણ સુનિશ્ચિત કરવા વિનતી કરવામાં આવી છે. આ જગ્યા કોઈ બિલ્ડરને ન આપતા આ મકાનો સરકાર શ્રી દ્વારા જ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તો આ બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી કરાઈ છે.
અંતમાં કાંતિભાઈ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલાસર પગલાં નહીં લેવામાં આવે તો ના છુટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે તો આ બાબતે યોગ્ય કરવા વિનતી એમ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.